હારીજ હાઇવે ચાર માર્ગીય રસ્તાની સ્ટ્રીટ લાઇટો બંધ રહેતાં શહેરીજનો પરેશાન : રખડતા ઢોરો અડિંગો : અકસ્માતનો ભય

પાટણ
પાટણ

હરિજ હાઈવે ચાર માર્ગીય રસ્તાના સોસાયટી વિસ્તારો સુધી અંધારપટ જોવા મળતા રાત્રી દરમિયાન અવાર નવાર અકસ્માતની ઘટનાઓ પણ બનવા પામે છે તેમજ રાત્રી દરમિચાન રખડતા ઢોર અડિંગો જમાવી બેઠા હોવાથી સ્થાનિકો તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.હારીજ પાટણ તથા રાધનપુર મહેસાણાને જોડતો હાઇવે થોડા વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો નવીન બનેલ હાઇવેપર પસાર થતા શહેરી વિસ્તારોમાં બન્ને બાજુ, હાઇવેને ચાર માર્ગીય બનાવાયો હતો પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીને લઈ સોલાર સ્ટ્રીટ લાઈટો ધૂળ ખાઈ રહી છે અમુક અંતર સુધી ડીવાઇડરની વચ્ચે હજુ સુધી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી નથી હાઇવે પર દશ થી વધારે સોસાયટીઓ આવેલી છે .રાત્રે હાઇવે પર આખલાઓ અને ગાયોનો અડિંગો જામેલો હોય છે રાત્રી દરમિયાન ચાલતા જતા રાહદારીઓને ભારે ” મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .સ્ટ્રીટ લાઈટના અભાવે અવાર નવાર અકસ્માતો પણ સર્જાય છે તો સત્વરે બાકી રહેલા ડિવાઈડરના ભાગમાં સ્ટ્રીટ સોલાર લાઈટો મુકવા લોક માગ ઉઠી હતી હારીજ ગામના જાગૃત યુવાનોને મુખ્ય મંત્રી સ્વાગત ફરિયાદમાં લેખિત રજુઆત કરી માંગ કરી હતી જેને પગલે આગળની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.