HNGU સહિત 14 યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓ હવે એડમિશન માટે એક જ પોર્ટલ પર અરજી કરી શકશે

પાટણ
પાટણ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની પાટણ સાહિત 14 સરકારી પ્રાદેશિક અને સ્ટેટ યુનિવર્સિટીઓમાં ‘અરજી એક વિકલ્પ અનેક’ના ઉદ્દેશ સાથે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલ ઉચ્ચ શિક્ષણ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આટર્સ,કોમર્સ,સાયન્સ સહિતના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા આગામી શૈક્ષણિક વર્ષ 2024- 25 થી www.gcas.gujgov.edu. in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ માત્ર એક જ વખત રૂ. 300 ૨જીસ્ટ્રેશન ફી ઓનલાઇન ભરવાની રહેશે.

આ બાબતે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટાર ડો. કે. કે. પટેલ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) પોર્ટલશરૂ કરવામાં આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓને બહુ ફાયદો જાવા થઈ રહ્યો છે.સિંગલ પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થીઓ એડમિશન માટે અરજી કરી શકશે અને વિદ્યાર્થીઓ ગુજરાતની પબ્લિક યુનિવર્સિટીની જેની અંતર્ગત ચાલતા તમામ માહિતી આ સિંગલ પ્લેટફોર્મ મળી રહેશે.વિદ્યાર્થીઓ નેઅલગ અલગ યુનિવર્સિટી માં કયા કોશિષ ચાલે છે તે સર્ચ કરવામાં માટે જવું પડતું હતું હવે આ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પર ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ તમામ યુનિમાં કાર્યરત કોર્ષની માહિતી મળી શકશે.સિંગલ એપ્લિકેશન થી એડમિશન પક્રિયા થશે.આ સરાહનીય અયાન છે અને વિદ્યાર્થીઓને ખૂબ ફાયદાકારક છે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.