પાટણની શ્રીમંત ફતેસિંહ રાવ લાયબ્રેરી પરિવાર દ્વારા ગરીબોના ચહેરા પર રોનક લાવવાનો પ્રયાસ

પાટણ
પાટણ

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરી પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દીપાવલીના પાવન પર્વની ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ પરિવારજનો હર્ષો ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે ઉજવણી કરી શકે અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ આ દીપાવલીના પાવન પર્વ પ્રસંગે ફરસાણ અને મીઠાઈ ની મિજબાણી માણી શકે તેવા શુભ ઉદેશથી શહેરના સ્લમ વિસ્તાર સહિત જરૂરિયાતમંદ 400 ઉપરાંત પરિવારજનોને સ્વાદિષ્ટ ફરસાણા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.


શ્રીમંત ફતેસિંહ રાવ લાયબ્રેરી પરિવાર ના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરાએ આ સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરી પરિવાર દ્વારા શિક્ષણ આરોગ્ય અને સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે દિવાળીના પાવન પર્વ નિમિત્તે શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરીયાત મંદ પરિવારો અને તેમના બાળકો પણ દિવાળીના તહેવાર માં ફરસાણ અને મીઠાઈ નો સ્વાદ માણી શકે અને દિપાવલીના પર્વની ઉજવણી કરી શકે તેવા ઉદેશથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 400 ઉપરાંત જરૂરિયાત મંદ પરિવારોને , પાટણનાં વૃધ્ધાશ્રમમાં, સેવા વસ્તીમાં,મીઠાઈ અને ફરસાણ નું દાતાઓના સહકારથી વિતરણ કરવામાં આવ્યું છે.શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી પરિવાર દ્વારા આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિમાં લાઇબ્રેરી પરિવારના તમામ સભ્યો મહાસુખ ભાઈ મોદી, રાજેશભાઈ પરીખ, સુરેશભાઈ દેશમુખ, સુનિલભાઈ, અશ્વિનભાઈ નાયક, હસમુખભાઈ સોની, નગીનભાઇ ડોડિયા, અમરતભાઇ મિસ્ત્રી, મુકેશભાઈ યોગી,મહેન્દ્રભાઇ પરમાર, દાતા પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.