પાટણમાં પોસ્ટ ઓફીસ દ્વારા વિવિધ વિસ્તારમાં કેમ્પ યોજાયો

પાટણ
પાટણ

પાટણ શહેરમાં વિવિધ ક્ષેત્રોમાં ઓછી આવક સાથે શ્રમકાર્ડ સાથે જોડાયેલા શ્રમિકોનાં જીવન સલામત રહે તથા તેમનાં જીવનકાળ પછી તેમનાં પરિવારને આર્થિક કવચ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસોનાં માધ્યમથી ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક’ અંતર્ગત શરુ કરી છે. આ યોજના હેઠળ પાટણ શહેરમાં તેનાં જુલાઇ માસથી શરુ થયેલ અમલ પછી અત્યાર સુધીમાં લગભગ 2000 જેટલા શ્રમિકોએ વીમા યોજનામાં રજિસ્ટ્રેશન કરાવીને તેનાં લાભાર્થી બન્યા છે.આ વીમા યોજના અંતર્ગત રૂા. 499 અને રૂ।. 289 નાં બે વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં એક વિકલ્પમાં રૂા. 10લાખ અને બીજા વિકલ્પમાં રૂા.5 લાખનાં વીમાનું કવચ પ્રાપ્ત થાય છે. પાટણની હેડ પોસ્ટ ઓફીસ દ્વારા અત્યારે આ પોસ્ટલ વીમા યોજનાનાં પ્રસાર અને વધુમાં વધુ લોકો તેનાથી વાકેફ થાય તે માટે યોજનાને પોસ્ટ ઓફીસની બહાર પાટણનાં અલગ અલગ વિસ્તારોમાં લઈ જવામાં આવી છે ને ત્યાં ખુલ્લામાં કેમ્પ યોજીને લોકોને આ યોજનાનાં લાભોથી વાકેફ કરવામાં આવી રહ્યા છે.પાટણ શહેરનાં માર્કેટયાર્ડમાં ત્રણ દિવસથી આ વીમા યોજનાનાં લાભાર્થીઓને જાણકારી આપી લાભાર્થી બનાવવા માટે કેમ્પ ચાલી રહ્યો છે. હવે પછી આ કેમ્પ પાટણનાં અલગ-અલગ વિસ્તારોમાં લઇ જવાશે. એમ પાટણ હેડ પોસ્ટ ઓફિસનાં સુપ્રિટેન્ડેન્ટએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.