પાણી પૂરવઠાના કામોની કુવરજી બાવળીયાએ સમીક્ષા કરી

પાટણ
પાટણ

આજ રોજ કેબિનેટ મંત્રી (જળ સંપત્તિ અને પાણી પુરવઠા તથા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો) કુંવરજીભાઇ બાવળિયાએ સમી ખાતે પાણી પૂરવઠાના ચાલુ કામોની મુલાકાત લીધી હતી અને આસપાસના ગામોમાંથી પધારેલા સરપંચો તથા આગેવાનોની પાણી અંગેની રજૂઆત કેબિનેટ મંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.આ મુલાકાત દરિમયાન કેબિનેટ મંત્રીએ સમી અને આસપાસ ગામોમાંથી આવેલા ગામના સરપંચઓ, આગેવાનો પાસેથી તેઓના ગામમાં પાણી અંગેની વાસ્તવિક સ્થિતિથી વાકેફ થયા હતા. સમી અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા ગામના સરપંચો તથા આગેવાનોએ પાણી અંગેની રજૂઆત કરતા કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, પાણી અંગેની રજૂઆતનો હકારત્મક રીતે ઉકેલ આવશે.


આસપાસના ગામોમાંથી આવેલા સરપંચો તેમજ આગેવાનોને સંબોધતા કેબિનેટ મંત્રી (જળ સંપત્તિ અને પાણી પુરવઠા તથા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો) કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ પ્રવાસનો વાસ્તવિક હેતુ અહીંના વિસ્તારમા હાલના સમયમાં પાણીની શું સ્થિતિ છે તે અંગેની રજૂઆતને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં કાર્ય કરવામાં આવશે. ઉપરાંત જે ગામમાં પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા છે ત્યાં અઠવાડિયા સુધીમાં પાણી મળી રહેશે તેવા પ્રયાસ કરવામાં આવશે. સાથે જ્યાં ટ્યુબવેલની માંગણી છે તેવા ગામોમાં તેઓની માગણીના માપદંડ પૂરા કરનાર ગામોની માંગણી સત્વરે સંતોષવા આવશે.આ બાબત અંગે ગ્રામસભા કરીને લોકોને જાગૃત કરીને કામ કરવા અંગે જણાવ્યુ હતું. આ બાબતે અંગે અધિકારીઓને તાકીદ કરતા કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, પાણી અંગેનો ચોકકસ રિપોર્ટ પોતાને મળી રહે તે જોવાનું કહ્યું હતું. ત્યારબાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાણી અંગેના ચાલતા કામોની મુલાકાત લીધી અને પાણી અંગેની વાસ્તવિક સ્થિતિનું વિહાંગાવલોકન કર્યું હતું.આ પ્રસંગે કેબિનેટ મંત્રી(જળ સંપત્તિ અને પાણી પુરવઠા તથા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો) કુંવરજી બાવળિયા, સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ, સંગઠનનાં હોદ્દેદાર દશરથજી ઠાકોર, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, આસપાસના ગામોના સરપંચઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.