HNGUના ગ્રાઉન્ડમાં કિંજલ દવેએ શ્રી રામના ગીતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા

પાટણ
પાટણ

અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મન કી અયોધ્યા પાંચ દિવસીય આયોજિત ધાર્મિક કાર્યક્રમના પાંચમા દીને ભગવાન શ્રી રામ-લ્લાના પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે યુનિવર્સિટીના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સિંગર કિંજલ દવે ભગવાન શ્રીરામના ગુણગાનના ગીતો રજૂ કરતો ભવ્ય ગીત સંગીતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ધાર્મિક ગીત સંગીત ના કાર્યક્રમ ઉપસ્થિત રહેલી કિંજલ દવે એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ગીતો રજૂ કરી વિશાળ જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતા. કિંજલ દવેના ગીતો સાંભળવા યુનિવર્સિટીનું ફુટબોલ ગ્રાઉન્ડ માનવ મહેરામણ થી ઉભરાયુ હતું અને મોડી સુધી કિંજલ દવે ના ગીતો ને માણ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.