પાટણ જિલ્લાના જાફરીપુરા ગામની રાજ્યની મોડેલ ગ્રામ પંચાયતોમાં થઈ પસંદગી

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના જાફરીપુરા ગામની સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023- રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં રાજ્યની મોડેલ ગ્રામ પંચાયતોમાં પસંદગી કરવામાં આવી છે. ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ની રાષ્ટ્રીય પ્રતિયોગિતાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રતિયોગીતા અન્વયે ભારત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત મીશન(ગ્રામીણ) યોજના અંતર્ગત થયેલ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જેમાં ખાસ કરીને ગ્રામ્યકક્ષાએ ઘન પ્રવાહી અને પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ અને માનવ મળ વ્યવસ્થાપન અને ગોબરગેસ પ્લાન્ટની કામગીરીનું નેશનલ ટીમ દ્વારા ગ્રામ મુલાકાત કરી મૂલ્યાંકન કરવામાં આવનાર છે. આ પ્રતિયોગિતામાં ઉત્તમ ગ્રામ પંચાયત અને ઉત્તમ જિલ્લાને આગામી 2 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવશે.સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ -2023 અંતર્ગત પાટણ જિલ્લામાં કુલ 15 ગ્રામ પંચાયતોને પસંદ કરી રાજ્ય સ્તરે મોકલી આપવામાં આવેલ હતી. જે પૈકી રાજ્યની ટીમ દ્વારા પાટણ તાલુકાની મીઠી વાવડી, શંખેશ્વર તાલુકાની કુવારદ, અને સિદ્ધપુર તાલુકાની જાફરીપુરા ગ્રામ પંચાયતની રૂબરુ મુલાકાત કરી સ્વચ્છતા અંગે પ્રત્યક્ષ અવલોકન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સિદ્ધપુર તાલુકાની જાફરીપુરા ગ્રામ પંચાયતને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ઠ કરી રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023 માટે પસંદગી કરવામાં આવેલ છે. હવે કેન્દ્રની ટીમ દ્વારા ગામની મુલાકાત કરીને મુલ્યાંકન કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.