પાટણમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને પગલે કેટલાક તાલુકામાં બીજા દિવસે વહેલી સવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો. હવામાન વિભાગની અગાહીને પગલે હજુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેને લઈ પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વહેલી સવારથી જ પાટણ, રાધનપુર, વારાહી, સંતાલપુર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. પાટણ શહેરમાં વરસાદ પડવાના કારણે શહેરના નીચાણવાળા કે.કે. ગર્લ્સ, રેલવે ગરનાળા સહિત વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો શાળાએ જતા બાળકોને પણ ભારે હાલાકી પડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.