નોમિનીકોર્ટમાં લવાદી દાવો દાખલ કરતાં સમન્સ ઇસ્યુ, : સમન્સની બજવણી ન થતી હોવાથી અરજી કર્તાઓએ રજિસ્ટ્રારને જાણ કરી

પાટણ
પાટણ

પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં આવેલી ગજાનન પેઢીની ચૂંટણીનાં જે ઉમેદવારોનાં ફોર્મ રદ થયા હતા તેઓએ મહેસાણા ખાતેની નોમિનીકોર્ટમાં લવાદી દાવો દાખલ કરતાં કોર્ટે તેને લવાદી દાવા નં. 1/24 થી દાખલ કરીને આ બાબતે દાવામાં જોડેલા પ્રતિવાદીઓ ગજાનન પેઢી અને ચૂંટણી અધિકારીને આજે મહેસાણા ખાતેની નોમિની કોર્ટમાં રહેવા સમન્સ ઇસ્યુ કર્યા છે. પરંતુ આ સમન્સની બજવણી થતી હોવાથી કે તેનો સ્વિકાર ચૂંટણી અધિકારી કરતાં ન હોવાનો આક્ષેપ આ ચૂંટણીનાં ઉમેદવારો પૈકી એક ઉમેદવાર અને ભાજપનાં અગ્રણી સતિશ ઠક્કરે કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, મહેસાણા નોમિની કોર્ટમાં દાવો દાખલ કરતાં કોર્ટે ચૂંટણી અધિકારીને ઇસ્યુ કરેલા સમસ્યની બજવણી કરવા જતાં તેઓ સ્વિકારતાં ન હોવાથી અમે પાટણ જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરતાં રજિસ્ટ્રારે મંડળીનાં કર્મચારીનું નિવેદન લઈને ચૂંટણી અધિકારીનાં સમન્સની કોપી તેમને આપવાનું માર્ગદર્શન અમને ફોર્મ રદ થયેલા અને આ લવાદી દાવાનાં છ પક્ષકારોને આપ્યું હતું. અમે ચૂંટણી અધિકારી કે તેમનાં કર્મચારીને સમન્સની કોપી સ્વિકારવા અને તેમનાં નિવેદન આપવાનો ઇન્કાર કરી રહ્યા છે.સતિષ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, અમે આ સમન્સની આ ચૂંટણી અધિકારી અને મંડળીના વહિવટકર્તાને બજવણી કરવા માટે ચુંટણી અધિકારીનો ફોન પર સંપર્ક કરી નોમિની કોર્ટનો સમન્સ સ્વિકારવા મંડળીની ઓફિસે આવવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હોવાથી અમે પાટણ જિલ્લા રજિસ્ટ્રારને આ બાબતે જણાવ્યું હતુ.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.