પાટણમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સ્થિત કાયદા અનુસ્નાતક વિભાગ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-પાટણના સંયુક્ત ઉપક્રમે અધ્યક્ષ માનનીય શ્રી હેતાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કૃપાબેન પંડ્યા દ્વારા પ્રાર્થના અને યુનિવર્સિટી ગતના ગાન તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિભાગના આસિ. પ્રોફેસર દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો અને વિભાગના કો-ઓર્ડિનેટર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યાં બાદ મહેમાનોનુ પુષ્પગુચ્છ, પુસ્તક તથા શાલથી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં પેનલ એડ્વોકેટ લક્ષ્મીબેન પંચાલ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર’ તથા ‘મીડિયેશન સેન્ટર’ દ્વરા આવતા કેસ તથા તેમાં આપેલ કાનૂની માર્ગદર્શન અને સમાધાનના કેસોની ચર્ચા દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી.

ત્યારબાદ ખાસ મહેમાન તરીકે પધારેલા સિનિયર એડ્વોકેટ તથા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં પેનલ એડ્વોકેટ શ્રી જ્યોત્સ્નાબેન નાથ દ્વારા પ્રેક્ટિક્સ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને ખુબ જ સચોટ રીતે કાપાની જાણકારી હળવી શૈલીમાં આપવામાં આવી હતી. પ્રસંગોચિત ઉદબોધન બાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેનો નાગોરી સાહેબ તથા જ્યોત્સ્નાબેન નાથ દ્વારા સુંદર અને સંતોષકારક જવાબ આપીને કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. ત્યારબાદ માનનીય જજ સાહેબ એડ્વોકેટ્સ તથા યદાવિભાગના સ્ટાફ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, કેમેસ્ટ્રી વિભાગ, હોસ્પિટલ મેનેજમેન્ટના વિભાગ તથા કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પધારેલા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી, જજ મિસ. આર. એ. નગોરી અધ્યક્ષીય ઉદર્બોધનમાં ‘મફત કાનૂની સેવા’ કોને કોને મળે છે? અને કેવી રીતે મળે છે? આ સેવાનો લાભ કઈ રીતે લઈ શકાય તે બાબતે ખૂબ જ સરળ ભાષામાં જ્ઞાનવર્ધક જાણકારી આપી હતી.

કાર્યક્રમમાં યુનિવર્સિટીના કોમર્સ વિભાગના કો-ઓર્ડિનેટર કૉ, જય ત્રિવેદી, હોસ્પિટલ મેનેજમેન્ટના આસિ. પ્રોફેસર ડૉ, કિંજલ જાની તથા ટ્રેનીંગ ઓફિસર જિતેન્દ્રભાઈની ખાસ હાજરી રહી હતી.આભારવિધિ વિભાગના આસિ. પ્રોફેસર ડૉ. પરીમાં રાવલ દ્વારા કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાગના વહીવટી મદદનીશ કૃપાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.