પાટણમાં ઇન્ટર સ્કૂલસ રમતોત્સવ નો પ્રારંભ કરાયો.

પાટણ
પાટણ

NGES કેમ્પસ પાટણ દ્વારા ઈન્ટર સ્કૂલસ રમતોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પી.પી.જી.એક્સપ રિમેન્ટલ- હાઇસ્કુલ, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તથા અરવિંદભાઈ જીવાભાઇ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ટેનિસ ક્રિકેટ તથા વિધાર્થિનીઓ માટે બેડમિન્ટન સિંગલ,ડબ્લસ નું આયોજન કરવામાં આવેલ હતું.નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત ઇન્ટર સ્કૂલસના વિદ્યાર્થીઓમાં મૈત્રીભાવ, ખેલદીલીની ભાવના, સંઘ ભાવના, તથા શારીરિક સજ્જતા કેળવાય તે હેતુસર આ ઇન્ટર સ્કૂલસ રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યુ છે.આજ રોજ પ્રથમ ટેનિસ ક્રિકેટમેચ ભગવતી ઇન્ટર નેશનલ પબ્લિક સ્કૂલ તથા પી.પી.જી.એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ વચ્ચે રમાઇ હતી.12 ઓવરની મેચમાં પ્રથમ બેટિંગ કરતાં એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ ઇલેવન 88 રનમાં ઓલ આઉટ થયેલ ત્યારબાદ ભગવતી ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ ઇલેવન જવાબમાં 12 ઓવરમાં 88/6 રન કરતા બંને ટીમો વચ્ચે ટાઈ પડી હતી. ત્યારબાદ સુપર ઓવર થતા પીપીજી એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ ઇલેવન ટીમ ચેમ્પિયન બની હતી.વિજેતા ટીમ તથા રનર્સઅપ ટીમને સમગ્ર NGES કેમ્પસ વતી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. જે. એચ. પંચોલી, NGES કેમ્પસ ના ડેવલોપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવ દ્વારા ટ્રોફી શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટની સફળતાના સાક્ષી NGES કેમ્પસ ના એજ્યુકેટીવ ડાયરેક્ટર ડો. જે.એચ. પંચોલીએ પોતાના વક્તવ્યમાં રમતનું મહત્વ તથા રમત સંઘ ભાવના ને પ્રગટ કરે છે તેવું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રો. જયકુમાર ધૃવ ત્રણેય ઇન્ટર સ્કૂલસના આચાર્ય ધનરાજ ઠક્કર, ચિરાગ પટેલ, સંજય પંચોલી સાથે ત્રણેય શાળાઓનો સમગ્ર સ્ટાફ, મોટી સંખ્યામાં વિધાર્થી ગણ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું. કોચ તરીકે સુંદર કામગીરી ભરતસિંહ ઠાકોર તથા વિશાલભાઈ ધોબીએ કરી હતી.કોમેન્ટ્રીની ભૂમિકા ઝેડ.એન.સોઢા તથા રાકેશભાઈ સોની એ ભજવી હતી. સમગ્ર રોમાંચક મેચ નો આનંદ લેતા ત્રણેય શાળાઓનું સ્ટાફગણ તથા વિદ્યાર્થી આલમ અભિભૂત થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.