પાટણની દિપીકા સોસાયટીમાં જજૅરિત મકાન ની છત પડતા માસુમ નું મોત : બાળકી અને માતા ઘવાયા.

પાટણ
પાટણ

પાટણ
પાટણ શહેરના છીડિયા દરવાજા બહાર આવેલ દીપિકા સોસાયટીના એક જર્જરિત મકાન ની છત બુધવારની રાત્રે પંખા સાથે નીચે પડતા ઘરમાં સુતા સુતા ટીવી જોઇ રહેલા માસુમ પર પડતા ગંભીર ઇજાઓના કારણે માસુમ નું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજયું હતું તો બાળકી અને માતાને ગંભીર ઇજાઓ થતા બન્ને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાટણ શહેર ના છીડિયા દરવાજા બહાર આવેલ દીપિકા સોસાયટી માં ભાડે રહેતો મારવાડી પરિવાર બુધવારે રાત્રે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે અચાનક જજૅરિત બનેલી મકાન ની છત પંખા સાથે ધરાશાયી થતાં સુતા સુતા ટીવી જોઈ રહેલાં માસુમ બાળક સહિત તેની માસુમ બહેન અને માતા ઉપર પડતા માસુમ બાળક ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ધટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જયારે 9 વર્ષીય બાળકી અને તેની માતાને પણ માથા ના ભાગે ઇજાઓ થતા સારવાર માટે શહેર ની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રીના સુમારે છત ધરાશાયી થતાં તેના અવાજને લીધે સોસાયટીમાં રહેતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.તો બનાવની જાણ નગર પાલિકાના ચીફ ઓફિસર સહિત વિસ્તાર ના નગર સેવક ગોપાલસિહ રાજપૂત,હરેશભાઇ મોદી વિસ્તાર ના અગ્રણી વાધુભાઈ દેસાઈ સહિત શહેરની સેવાકિય સંસ્થા પ્રયાસ ફાઉન્ડેશન ટીમ ને થતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવાર નાં લોકો ને સાંત્વના આપી મૃત્યુ બાળક સહિત ઇજાગ્રસ્ત તેની માસુમ બહેન અને માતા ને તાત્કાલિક સારવાર અર્થે શહેરની જનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આકસ્મિક બનેલ આ બનાવમાં માસુમ બાળકના મોત થી પરિવારની મહિલાઓ નાં આક્રંદથી સોસાયટીમાં ગમગીની છવાઈ જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.