મણિપુરની ઘટનાના પગલે પાટણ કલેકટર કચેરીમાં આદિવાસી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું

પાટણ
પાટણ

દેશભરમાં મણિપુરમાં હિંસા ઉપરાંત બે સ્ત્રીઓ સાથે બનેલી ઘટનાને પગલે સરકાર શર્મશાર બની છે.ત્યારે ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારે આક્રોશ હોય આજરોજ પાટણ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઇ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી હિંસા બંધ થાય અને સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરી ફેરવનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પાટણ આદિવાસી સમાજ દ્વારા મણિપુરની હિંસા અને સ્ત્રીઓની ઘટનાને કડક શબ્દોમાં વખોડી કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. દેશના રાષ્ટ્પતિ આદિવાસી મહિલા હોવાં છતાં મણિપુરમાં 79 દિવસ પછી બે સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવાની ઘટના સામે આવી સામે સરકાર ઊપર ભારે આક્રોશ સાથે આરોપીઓને તાત્કાલિક કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી.ઉપરાંત હુમલાઓ અને હિંસા તાત્કાલિક ધોરણે બંધ કરી આદિવાસી સમાજ ઉપર અત્યાચાર બંધ કરવામાં આવે તેવી દિલ્હી સરકાર સમક્ષ માંગ કરી છે.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.