રાધનપુરના ગોતરકા ગામમા પેવર બ્લોકની ગ્રાન્ટમા થયેલ કૌભાંડમા તપાસ કરવામાં તંત્રના વલ્ખા
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામમા પેવર બ્લોકની સરકારી ગ્રાન્ટ ને અનુસૂચિત જાતિના મહોલ્લાની જગ્યા નહિ પરંતુ અન્ય જગ્યા પર ગ્રાન્ટ વાપરી સરકારી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરી સરકારી ગ્રાન્ટમા છેતરપિંડી કરી ની બુમરાડ અગાઉ ઉઠી હતી જેને લઈને જાગૃત નાગરિક દ્વારા લેખિતમા જિલ્લા વિકાસ અધિકારી તથા કલેક્ટર અને રાધનપુર પોલીસ સ્ટેશનમા ગોતરકા ગામમાં થયેલ સરકારી ગ્રાન્ટમા છેતરપિંડી ની લેખિતમા રજુયાત કરેલ છતાં હજુ સુધી કોઈ કડક પગલાં ન લેવાતા ભારે રોસ ભભુકી ઉઠ્યો છે તથા ઉંચ કક્ષાના અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ગોતરકા ગામમાં થયેલ સરકારી ગ્રાન્ટમા છેતરપિંડી મા ગોતરકા ગામના સરપંચ, તલાટી તથા રાધનપુર તાલુકા પંચાયતના અધિકારીઓનો બચાવ કરી રહ્યા છે જેને લઈને કોઈ પણ જાતની એક્સન લેવામાં આવતી નથી જેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે વધુ મા એવુ પણ જાણવા મળી રહ્યું છે કે જો તપાસ કરવામાં આવશે તો બીજા મોટા માથાના નામ પણ બહાર આવશે ? મીડિયા મા પણ વારંવાર અહેવાલ પ્રસિદ્ધ છતાં તપાસ કરવામાં આવી રહી નથી હવે એ જોવાનુ રહ્યું છું ગોતરકા ગામના અનુસૂચિત જાતિના મહોલ્લામા થયેલ કૌભાંડમા અનુસૂચિત જાતિના લોકોને ન્યાંય મળશે ખરો??