વરસાદ ખેંચાયાની સ્થિતિમાં ખેડૂતોએ ખેતી પાકમાં હાલના તબક્કે અને પિયત પદ્ધતિમાં થોડા ફેરફાર કરી ખેતી કરવા અનુરોધ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં હાલમા ઓગષ્ટ માસ મા વરસાદ ખેચાયો છે ત્યારે ખેતી પાકમા હાલના તબક્કે અને પિયત પધ્દ્ધતિ મા થોડા ફેરફાર કરી ખેતીકાર્યો કરવા ભલામણ કરવામા આવે છે. આકસ્મિક પાક આયોજન અનુસાર વૈકલ્પિક પાક અને ખેતીકાર્યોનું આયોજન કરી વાવેતર કરવા ભલામણ છે. ખાસ કરીને પશુપાલનને ધ્યાનમાં લઇને ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપવુ, સિંચાઈના પિયત સાધનોથી પાણીનો કરકસરયુક્ત કાર્યક્ષમ ઉપયોગ કરવો. ઉભા પાકમા કટોકટી અવસ્થાએ હળવુ પિયત નહેર, ટ્યુબવેલ ,હોલીયાથી કે ખેત તલાવડીનો ઉપયોગ કરવો. વરસાદ ખેંચાયો છે ત્યારે ખેત તલાવડીમા પાણી ઉપલબ્ધ હોય તો લાઈફ સવિંગ ઈરિગેશન આપવું ટ્યુબવેલ આધારીત પિયત હોય ત્યા પણ એકાંતરે ચાસે પિયત આપવુ અને વધુ વિસ્તાર આવરી લેવો, રીજ એન્ડ ફરો પધ્દ્ધતિ અપનાવવી.ખેતી પધ્દ્ધતિમા મલ્ચિંગ પધ્ધતિ અપનાવવી , પિયત આપ્યા બાદ જમીનમા ભેજ જળવાય એ મુજબ સુકા ઘાસનું મલ્ચિંગ કરી શકાય. રોગગ્રસ્ત અને નબળા સુકા છોડો ઉપાડી નાખવા, ઉભા પાકને નિંદામણમુક્ત રાખવો, ટપક અને ફુવારા પિયત અપનાવવું અને પિયત હેઠળ વધુ વિસ્તાર આવરી લેવો લીલાચારાનો જથ્થો વધારે પેદા થાય ત્યારે સાયલેજ બનાવી સંગ્રહ કરવો. ઓછા પાણીએ થતા ગરમી સહન કરી શકે તેવા રજકા–બાજરી , ધામણ, મારવેલ ઘાસ, બ્લ્યુ પેનીક વગેરે જેવા ઘાસ વાવવાં. પાછળની અવસ્થાએ વરસાદ ખેંચાય ત્યારે એન્ટીટ્રાન્સપીરન્ટનો ઉપયોગ કરવો જેમા કેઓલીન 5% ના દ્રાવણનો છંટકાવ ખાસ કરીને બાજરી અને દિવેલામાં કરવો,.ઉભા પાકમા આંતરખેડ કરવી અને પાકને હાથથી નિંદણમુક્ત રાખવું. મનરેગા યોજનામા વ્યક્તિગત યોજના હેઠળ પિયત વ્યવસ્થા હોય ત્યા નેપીયર ઘાસચારાના પાકોનું વાવેતર કરવું. પશુપાલનને ધ્યાને રાખી ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપવું ,પિયત મળે ત્યા જુવાર, ઘાસચારાના પાકોનું વાવેતર કરવું.

પાછોતરો વરસાદ થાય ત્યારે ટુંકા ગાળામા વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા દિવેલા-જીસીએચ-2,4,5,6,7,8તેમજ ટુંકા ગાળામા તૈયાર થતા ઘાસચારાના પાકો તરીકે ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર, માલવણ જુવાર, પાકોનું વાવેતર કરવું. ઘાસચારા માટે લોકલ જુવાર અથવા જીએફએસ -૪ અને જીએફએસ -5 માંથી પ્રાપ્ય બીજ અનુસાર જે તે જાતનું હેક્ટરે 50 કિ.ગ્રા. બિયારણનો દર રાખી વાવેતર કરવું. પિયત વિસ્તારમા વરીયાળી પાક માટે 90 સે.મી. બે હાર વચ્ચે અને 60 સે.મી. 2 છોડ વચ્ચે અંતર રાખી ગુજરાત વરીયાળી-1 અને ગુજરાત વરીયાળી -૨ જાતની પસંદગી મુજબ 20 મી ઓગષ્ટ પછી રોપણી કરવી. ચણા , સુવાનું વાવેતર ઓક્ટોબર મા કરી શકાય. આ ભલામણ જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.