હારીજના સરવાલમાં બે શિક્ષકો વચ્ચે ઝગડો થતા ગ્રામજનોએ શાળાને તાળા માર્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના હારિજ તાલુકાના સરવાલ ગામની પ્રાથમિક શાળામાં અવાર નવાર શિક્ષક સ્ટાફના ઝઘડાઓથી કંટાળી જઈ ગ્રામજનોએ આજે ભેગા થઈ શાળાના ગેટને તાળાં મારી દીધા હતા. શાળાના બે દોષિત શિક્ષક-શીક્ષિકાની બદલી ના થાય ત્યાં સુધી શાળાએ બાળકોને નહી મુકવા નિર્ણય વાલી દ્વારા કરવામાં આવ્યો હતો.પાટણ જિલ્લામાં હારીજ તાલુકાના સરવાલ ગામે પ્રાથમિક શાળા કાર્યરત છે. જેમાં શાળામાં આચાર્ય અને એક શિક્ષિકા અવાર નવાર ઝગડા અને અસભ્ય વર્તનથી કંટાળી શાળાના છાત્રો સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.


સરવાલ ગામના રહીશોએ જણાવ્યા હતું કે, ગતરોજ શાળામાં બે શિક્ષકો સાથે બબાલ થતા છાત્રોએ વાલીઓને જાણ કરી હતી. વાલીઓ રક્ષાબંધનની રજા હોઈ ગુરુવારે સ્કૂલ ખુલતાની સાથે આવી પહોંચ્યા હતા. આક્રોશ વ્યક્ત કરી તાલુકા પંચાયત સદસ્ય સહિત અગ્રણીઓએ દરવાજાને તાળું મારી દીધું હતું અને વિદ્યાર્થીઓને શાળાએ મોકલ્યા ન હતા. જ્યા સુધી બન્ને શિક્ષકોની બદલી ના થાય ત્યાં સુધી છાત્રોને શાળાએ નહી મુકવા નિર્ણય કર્યો હતો.સરવાલ ગામના જીતેન્દ્રભાઈ જણાવ્યું હતું કે, શાળામાં અવારનવાર ઝગડા થતા હોઈ ગામે અનેક વાર સમાધાન કરાવ્યું હતું તેમછતાં પણ નહીં સુધરતા ગ્રામજનોએ આજે શાળાને તાળાં મારી દીધા હતા. જ્યાં સુધી બંને શિક્ષકોની બદલી નહીં થયા ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીને શાળામાં મુકવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.તાલુકા શિક્ષણ અધિકારી નનુંભાઈએ જણાવ્યું હતું કે, બિન કેળવણી શિક્ષકને તાપસના આદેશ આપ્યા છે જેનો રિપોર્ટ આવે એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપવામાં આવશે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.