સાંતલપુરમાં પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

પાટણ
પાટણ

કોરોના મહામારી વચ્ચે સાંતલપુર પોલીસે વાહનચોરી કેસમાં એક ઇસમની અટકાયત કરી 7 બાઇક જપ્ત કર્યા છે. જીલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જીલ્લા પોલીસવડાની સૂચનાથી સાંતલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન પીએસઆઇને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસે સાંતલપુરના રાણીસર ગામના એક ઇસમને ઝડપી પાડી 7 બાઇક જપ્ત કર્યા છે.

પાટણ જીલ્લાની સાંતલપુર પોલીસે વાહનચોરી કેસ મામલે એક ઇસમને ઝડપી પાડ્યો છે. જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે અને તે અગાઉ પણ બાઇકચોરીની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇ પોલીસે લાલઆંખ કરી હોય તેમ સાંતલપુર પોલીસના પીએસઆઇ એચ.એલ.જોષીને ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે પોલીસે જુમાભાઇ ફતેહમહમંદ હાસમભાઇ સીંધી (ડફેર) રહે.રાણીસર, તા.સાંતલપુર, જી.પાટણવાળાને ઝડપી પાડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.