રાધનપુરના પ્રેમ નગરમાં બે પડોશીઓ વચ્ચે સામાન્ય બોલા ચાલી ધીંગાણામાં ફેરવાતા એકનું મોત એક ઘાયલ
ઈજાગ્રત મહિલાને સારવાર અર્થે અમદાવાદ રીફર કરાઈ
પોલીસે ઘટના સ્થળે પહોંચી પોલીસ બંદોબસ્ત તૈનાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી: પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરના પ્રેમનગર મા પડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થતા અને આ બોલા ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું તેમજ એક વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હોય જેઓને મહેસાણા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની પ્રાપ્તિ વિગતો મુજબ રાધનપુર શહેરના પ્રેમનગર માં પડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મંગળવાર ના રોજ કોઈ બાબતને લઈને બોલા ચાલી થતા બંને પરિવારો ઉગ્ર બન્યા હતા અને સામસામે ધીંગાણું ખેલાતા એક યુવાનને માથામાં ધારિયું મારતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજયું હતું મૃતક 17 વર્ષીય જગદીશભાઈ કેશાભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે તો 50 વર્ષ ના સોમીબેન કેશાભાઈ ઠાકોર પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રેમ નગરમાં ધીંગાણું સર્જાયુ હોવાની ઘટનાની જાણ પોલીસને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી દોડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મારામારીનું કારણ હજુ સુધી જાણવા ન મળ્યું હોવાનું રાધનપુરના તપાસ કરનાર પોલીસ અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું.
Tags between injured Radhanpur's