રાધનપુરમાં જાહેરમાર્ગ પર આખલાઓ બાખડતા વાહનચાલકોના જીવ પડીકે બંધાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અવાર-નવાર આખલાઓનો આતંક સામે આવ્યો છે. રાધનપુર ખાતે આખલાને લઇને અગાઉ પણ એક નિર્દોષ યુવકે જીવ પણ ગુમાવ્યો છે. અનેક વાર ઘટનાઓ બની રહી છે છતાં તંત્રની લાપરવાહીને લઇને રાધનપુરમાં કોઈ ચોક્કસ મોટી ઘટનાની રાહ જોતું તંત્ર સામે રાધનપુરની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.રાધનપુર ખાતે ફરી વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં રાધનપુરના હેપ્પી મોલ નજીક આખલાઓનો આતંક જોવા મળ્યો હતો. આખલાના આતંકને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના જીવ બચાવવા દોડી રહ્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા જેને લઇને પ્રશાસન સામે હવે અનેક સવાલો ઉભા થયા છે સાથે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.


રાધનપુરના હેપ્પી મોલ નજીક બે આખલાઓ જાહેર માર્ગમાં બાખડયા હતા. જે ઘટનાને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આખલાઓ બાખડતા લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો સાથે હાઇવે પર આખલાઓ આતંક સામે આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકો પણ મુશ્કેલમાં મુકાયા હતા. જે દૃશ્યોમાં જોઈ શકાય છે કે આખલાઓને છોડાવવા લોકો પાણીનો છંટકાવ કરી રહ્યા છે પત્થરમારો કરી રહ્યા છે છતાં જુદા નથી થઈ રહ્યા નથી.જાહેર માર્ગ પર આખલાઓ બાખડતા લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના વાહનો મૂકીને રસ્તા પર દોડતા નજરે ચડ્યા હતા. આખલાનો આતંક એટલી હદે વધી ગયો હતો કે રસ્તા પર આવેલ વાળંદની દુકાનમાં ઘુસી ગયા હતા. હાઇવે પર આ ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ત્યારે પ્રશાસન નાં સતાધીશો દ્વારા ક્યારે યોગ્ય નિર્ણય લેવાશે તે એક પ્રશ્ન બનીને રહી ગયો છે. રાધનપુર જનતાની હાલ એક જ માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.