પાટણમાં RTOએ 10 વાહનચાલકોના ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા

પાટણ
પાટણ

ઓવર સ્પીડ પર ગાડી ચલાવવી ગમે છે? વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવાનો કંટાળો આવે છે? ટ્રાફીકના નિયમોનો ભંગ કરવો એ ઘણું કુલ લાગે છે? જો આ તમામ બાબતો આપને લાગુ પડતી હોય તો હવે ચેતી જજો! કારણકે, રાજ્યભરમાં હાલમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં પણ માર્ગ સલામતી અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાટણ જિલ્લા આર.ટી.ઓ.તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહીની વિગતે વાત કરીએ તો,દરમિયાન લાયસન્સ ન હોવા છતાં વાહન વ્યવહાર કરનારા 111 લોકોને રૂ.2,47,000 નો દંડ કરવામાં આવ્યો છે. તેમજ વધુમાં તા.01 થી 27 જુલાઈ દરમિયાન ફેટલ અકસ્માત અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ નાં કિસ્સામાં એ.આર.ટી.ઓ. પાટણ કચેરી દ્વારા કુલ 10 વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.પાટણ જિલ્લામાં માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દર મહિને પાટણ જિલ્લા સેવા સદન ખાતે માર્ગ સલામતી સમિતિની બેઠક મળે છે. જેમાં રોડ સેફ્ટી અંતર્ગત માસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી તેની ચર્ચા કરવામાં આવે છે.આર.ટી.ઓ અધિકારી જે.જે.ચૌધરીના જણાવ્યા અનુસાર માર્ગ સલામતી સુનિશ્ચત કરાવવા જિલ્લા માર્ગ સલામતી સમિતિની દર માસે નિયમિત બેઠકનું આયોજન કરીને તેમાં માર્ગ અકસ્માતોને અટકાવવા તમામ પગલાં લેવા સંબધિત રોડને લગતી કચેરીઓ, નગરપાલિકા, ચેકીંગ કરવા આર.ટી.ઓ. તથા પોલીસ વિભાગના મારફતે જરૂરી કાર્યવાહી કરાવવા કલેકટર દ્વારા જરૂરી સૂચન કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.