પાટણ નગર પાલિકામાં મારી માટી મારો દેશ, માટીને નમન વિરો ને વંદન કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ નગર પાલિકાનો “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વનો શહેરના આનંદ સરોવર ખાતે આજરોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં યોજાયો હતો.પાટણ નગર પાલિકા પ્રમુખ,ઉપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, પ્રભારી દંડક સહિત કોર્પોરેટર,લોકોએ હાથમાં માટી લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. દરેકે પોતાની માતૃભુમિ પ્રત્યેનો પ્રેમ દૃશ્યમાન થયો હતો. તદઉપરાંત “વસુધા વંદન” અંતર્ગત દરેક પંચાયતમાં લાંબા સમય સુધી ટકી રહે તેવા 75 સ્વદેશી રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસ વીર જવાનો, વીરોના પરિવારો, સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવાર અને હિન્દ છોડો ચળવળ જોડાયેલ પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પાલિકા પ્રમુખના હસ્તે ધ્વજ વંદન કરીને રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આપડા ઇતિહાસ બોલે છે કે લડતા લડત ધડ અલગ થઈ ગયું હતું તો પણ વીરો લડતા રહ્યા છે. પાટણ નગર પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલ જણાવ્યું હતું કે, જેમણે આપણી આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમને યાદ કરવા જોઈએ. આપડે એક વૃક્ષ વાવી મેરી મીટી નું ઋણ અદા કરીએ. રાષ્ટ્રભક્તિસભર ગૌરવંતો કાર્યક્રમ માં પ્રભારી જગદીશ પટેલ, જિલ્લા જિલ્લા ભાજપ પ્રમુખ દસરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલ,ઉપ પ્રમુખ ધર્મેન્દ્ર પ્રજાપતિ પક્ષના નેતા દેવચંદ ભાઈ પટેલ, ચીફ ઓફિસર સહિત કોર્પોરેટર,એ ડિવિઝન પી આઈ, બી ડિવિઝન પી આઇ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની સંચાલન જે.વી.પટેલ કર્યું હતું આભાર વિધિ ચીફ ઓફિસર કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.