પાટણમાં શહેરમાં કોરોના બેફામ બન્યો, આજે વધુ 2 કેસ આવ્યા
પાટણ જિલ્લામાં કોરોના કહેરની ફરી શરુ થયેલી વણથંભી વણઝાર બંધ થાય તેમ લાગતી નથી. આજે પાટણ શહેરમાં કોરોના ના વધુ ૨ કેસ સામે આવ્યા છે. આ સાથે દિયોદરમાં પણ આજે નવો એક કેસ સામે આવ્યો છે. આજે પોઝિટિવ આવેલા તમામ દર્દીઓને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં આજે કોરોના નવા 2 અને બનાસકાંઠા જિલ્લામાં એક મળી ઉત્તર ગુજરાતમાં આજે સવારે નવ ત્રણ કેસ સામે આવ્યા છે.પાટણ નાં પારેવા સર્કલ પાસેની સિધ્ધનાથ નગર સોસાયટી માં રહેતા 32 વર્ષિય યુવક નો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે.ઉપરાંત શહેરનાં રૂગનાથની પોળ પાસે સોનીવાડામાં રહેતી 60 વર્ષિય વૃધ્ધાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાતા પાટણનાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ સાથે દિયોદરના ઓઢા ગામે સગર્ભા મહિલા કાજલબેન પરમારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે
પાટણ જિલ્લામાં કોરોના કેસનો આંક બે મહિનામાં 100ને પાર પહોંચી ગયો છે. જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 112 થયો છે.અત્યાર સુધીમાં જિલ્લા માં 11 લોકોનાં મોત થયા છે.આજે નોંધાયેલા ત્રણેય દર્દીઓમાં તાવ, ખાંસી, ગળામાં તેમજ માથામાં દુ:ખાવા ની તકલિફ હોવાનાં લક્ષણો જોવા મળ્યા હોવાથી તેમનાં સેમ્પલ લેવાયા હોવાનું જાણવા મળેલ છે. આ દર્દીઓનાં સંપર્કમાં આવેલાં લોકોની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.
ગુજરાત સરકારે આ વૈશ્વિક મહામારીથી બચવા રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારે લીધા છે તેવા આકરા નિર્ણયો સત્વરે લેવા પડશે તેમજ આમ જનતાએ પણ તેનાં ચુસ્ત અમલ માટે આગામી સમયે તૈયાર રહેવુ પડશે તે ચોક્કસ છે.