પાટણ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતો વાવેતરમાં જોતરાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ખરીફ પાકનું મબલક વાવેતર થયુ છે. જિલ્લાના તમામ તાલુકામાં ચોમાસુ બાજરી, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, પિયત કપાસ, બિન પિયત કપાસ , ગુવાર, શાકભાજી, તેમજ ઘાસચારાનું નોંધપાત્ર વાવેતર થયુ છે. જિલ્લામાં સૌથી વધુ શખેશ્વર તાલુકામાં સૌથી વધુ 36960 હેક્ટર વાવેતર થયુ છે. આમ કુલ 2.00.994 હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે.

પાટણ જિલ્લાના તમામ તાલુકામાં થયેલ વાવેતરની વાત કરીએ તો ચાણસ્મા તાલુકામાં 10513 હેક્ટર વાવેતર, હારીજમાં 17040 હેક્ટર, પાટણમાં 17820 હેક્ટરમાં વાવેતર થયુ છે. તો આ તરફ રાધનપુરમાં 27030 હેક્ટર વાવેતર નોંધાયુ છે. સમી તાલુકામાં 35580 હેક્ટર વાવેતર થયુ છે. તો સાંતલપુરમાં 33580, સરસ્વતીમાં 11445, શંખેશ્વરમાં 36960 અને સિદ્ધપુરમાં 11155 હેક્ટર વાવેતર થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. જિલ્લામાં સૌથી વધુ ઘાસચારાનું 83153 હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યુ છે. જેના કારણે આખા વર્ષ દરમિયાન પશુપાલન માટે ઘાસચારાની તંગી ઊભી નહિ થાય. જ્યારે બી ટી કપાસનું વાવેતર પણ 23206અને બિન પિયત કપાસ નું 21980 હેક્ટરમાં થયુ છે. આ ઉપરાંત જિલ્લામાં કઠોળનું પણ 23 હજાર હેક્ટરમાં વાવેતર થયુ છે. સાર્વત્રિક વરસાદના કારણે સમયસર વાવેતર થતાં બિયારણ ઉગી નીકળ્યું છે. ખેડૂતોને આશા છે કે, સારા વરસાદને લઈ. ખરીફ સિઝનની ની સાથે સાથે રવિ સીઝન પણ સારી રહેશે .

પાટણ શહેર ના ખેડૂત કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે સતત અને સારો વરસાદ થયો છે. ત્યારે હાલ માં વરસાદે વિરામ લેતા ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરી ગયા છે અને ખેતરો માં વરાપ થતા અમે દિવેલા ના વાવેતરની શરૂઆત કરી દીધી છે. ત્યારે ચાલુ વર્ષે થયેલા સારા વરસાદના કારણે આ વર્ષે દિવેલા માં સારું ઉત્પાદન મળશે તેવી અમને આશા છે .તેમજ સતત વરસાદ ના કારણે જે ખેડૂતો ઘાસચારો વાવી નથી શક્યા તે હવે જુવાર ઘાસચારોનું વાવેતર કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.