પાટણ જિલ્લામાં બહેને ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

આદિકાળથી ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારો અને ઉત્સવોનુ વિશેષ મહત્વ રહેલુ છે. જેમાં ખાસ કરીને ભાઇ બહેનના અખુટ પ્રેમના પ્રતિકસમાં રક્ષાબંધનનો તહેવાર શ્રાવણમાસની પુર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. આ પવિત્ર બંધનના તહેવારના દિવસે બહેન પોતાના ભાઇને રાખડી બાંધી તેના દીર્ધાયુ અને રક્ષણ માટેની પ્રાર્થના કરે છે. ત્યારે પાટણ શહેરમાં એક ભાઈ દ્વારા રાખડી બાંધનાર બહેનોને ભેટ સોગાદ ભેટ આપી હતી.પાટણ જિલ્લામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે રક્ષાબંધનના પવિત્ર દિને બહેનોએ પોતાના ભાઇઓને હાથની કલાઈ પર રાખડી બાંધી તેના દીર્ધાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી કરી હતી. ત્યારે ભાઇઓએ પણ જીવનભર બહેનની રક્ષા કરવા માટેની ખાતરી આપી હતી.


શ્રાવણ માસમાં આવતા આ રક્ષાબંધનના તહેવારમાં ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ ના પર્વ એવા રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરમાં ભાઈ દ્વારા રાખડી બાંધનાર બહેનોને ભાઈએ ભેટ સોગાદ આપી હતી.પાટણની સુજણીપુર પાસે આવેલી સબજેલમાં વિવિધ ગુનાની સજા કાપતા કેદી ભાઈઓએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. વહેલી સવારથી બહેનો પોતાના ભાઈના કાંડા ઉપર રાખી બાંધવા આતુર હતી. જેલ પ્રશાસને પણ રક્ષાબંધનના પર્વની ઉજવણીને ધ્યાને રાખી ભાઈ બહેનને રાખડી બાંધી શકે અને તેમની સાથે થોડો સમય પસાર કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.