પાટણ જિલ્લામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાટણ
પાટણ

પાટણમાં છેલ્લા ચાર પાંચ દિવસોથી અસહ્ય ઉકળાટ – બફારા ભર્યા વાતાવરણને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે વાતાવરણમાં પલ્ટો આવવાની શરૂઆત થઈ હતી. જે બાદ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદે ધબધબાટી બોલાવી દીધી હતી. જેનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ધોધમાર વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને બફારાથી છુટકારો મળ્યો છે.ચાણસ્મામાં વરસાદી છાંટા પડ્યા હતા.

હવામાન વિભાગ ની ભારે વરસાદ ની અગાઈ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે રાજ્યભરમાં હળવાથી સામાન્ય અને અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ત્યારે પાટણ માં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો. જેના કારણે શહેર ના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાય દિવસોથી બફારાથી ત્રસ્ત બનેલા લોકોને રાહત મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.