પાટણ શહેરમાં એસસી એસટી અનામત ક્રીમીલીયરના વિરોધમાં ચકાજામ કરાયો

પાટણ
પાટણ

પાટણના તમામ બજારો ચાલુ રહેતા બંધના એલાનને અસફળતા સાપડી, પોલીસે આંદોલનકારીઓને અટકાયત કરી ટ્રાફિક ખુલ્લો કર્યો: પાટણ શહેરમાં એસ.સી એસ ટી.અનામત ક્રિમિલેયરના વિરોધમાં બુધવારે દલિત સમાજના લોકો દ્વારા શહેરના બગવાડા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને માલ્યાર્પણ કરી રસ્તા વચ્ચે બેસી એક કલાક સુધી ચક્કજામ કરી સૂત્રોચ્ચાર કરતા ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતો.

જોકે બંધના એલાન મા પાટણ શહેરના તમામ બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. શહેરના બગવાડા દરવાજા ખાતે કરાયેલા ચક્કા જામને લઈને ટ્રાફિક જામ થતા પોલીસે આંદોલન કારીઓની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર્ગ ખુલ્લો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલિયરને લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ કાયદો સરકાર લાવે એ પહેલા દલિત સમાજના લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. અને આ તમામ નિયમોનો અમલ ના કરવામાં આવે એ માટે બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યો છે. ત્યારે પાટણ શહેર માં ભારત બંધના એલાનને સમર્થન ન સાપડતા પાટણ શહેરના બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. પરંતુ અનુસૂચિત સમાજ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને માલ્યાર્પણ કરી બગવાડા ચોકમાં રસ્તા વચ્ચે બેસી જઇ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો .ત્યારે બગવાડા ચોક માં ભારે ચક્કાજામ સર્જાયો હતો.તો પોલીસે આંદોલન કારીઓની અટકાયત કરી માર્ગ ખુલ્લો કરી ટ્રાફિક હળવો કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.