પાટણ શહેરમાં બુકડીની ૮૦ વર્ષિય વૃદ્ધા, મીરાપાર્કનો ૩૧ વર્ષનો યુવક, ભીલવણમાં વધુ એક વૃદ્ધ અને સમીના કનીજ ગામે આધેડને કોરોના

પાટણ
પાટણ

રખેવાળ, પાટણ

પાટણમાં કોરોના ગતિ સાથે અલગ અલગ વિસ્તારમાં ફેલાઈ રહ્યો છે. શનિવારે શહેરના બુકડી વિસ્તારની મહિલાનો અને મીરાપાર્કમાં પુરુષનો મળી બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો જિલ્લામાં સમી તાલુકાના કનીજ ગામમાં આધેડનો તેમજ સરસ્વતીના ભીલવણ ગામમાં વૃદ્ધનો પોઝિટિવ કેસ બહાર આવતા જિલ્લામાં એક સાથે ચાર કેસ આવતા કેસનો આંક ૩૮ પર પહોંચ્યો હતો.પાટણ શહેરના બે વિસ્તારો તેમજ કનીજ ગામે આરોગ્યની ટીમો અને પોલીસ દોડી જઈ ગામને સીલ કર્યું હતુ. ચારેય દર્દીના કોન્ટેક્ટ માં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. શનિવારે વધુ ૫૨ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૧૬ નેગેટિવ આવ્યા હતા અને ૭૫ રિપોર્ટ પેન્ડિગ રહ્યા છે.

પાટણ શહેરમાં શનિવારે પાંચમા દિવસે મીરાપાર્કમાં રહેતો ૩૧ વર્ષનો યુવક બીમાર થતાં ખાનગી હોસ્પિટલથી ધારપુર રિફર કર્યો હતો. તેમજ બુકડી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના મહિલા પણ બીમાર હોઈ ધારપુર સારવાર અર્થે જતા બંનેને લક્ષણો જણાતાં સેમ્પલ લેતા મોડી સાંજે રિપોર્ટ કોરોના જણાયો હતો.સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ઘને છેલ્લા બે વર્ષથી ડાયાલિસીસ ચાલતું હોઈ થોડા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ જનતા હોસ્પિટલમાં ડાયાલીસીસ માટે આવતા ડૉક્ટર દ્વારા તેમને ધારપુરમાં રીફર કરાયા હતા. સમીના કનીજ ગામના ૫૨ વર્ષના પુરુષને કિડની અને હદયની બીમારી હોઈ અમદાવાદ ખાતે સારવાર કરાઈ હતી. ૧૩ મે ના રોજ તેમને ડિસ્ચાર્જ કરતાં રજા લઇ ઘરે આવ્યા બાદ શ્વાસ તેમજ શરદી તાવ ઉધરસ થતાં રાધનપુર ખાતે સારવાર લેવા જતા ત્યાં શંકાસ્પદ લાગતા ધારપુર રીફર કરાયા હતા. બંને દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય પોલીસ અને તંત્રની ટીમોએ કનીજ ગામમાં પહોંચી ગામને સૅનેટાઇઝીંગ કરી પ્રવેશ માર્ગ બંધ કરી ગામને સીલ કરી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો.

પાટણમાં પાંચ દિવસે બુકડી અને મીરાપાર્ક સોસાયટીમાં રહેતા મહિલા પુરુષનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બન્ને દર્દીઓની પ્રાથમિક તપાસમાં બહારની ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી. સ્થાનિક શહેરમાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે.હાલમાં આરઆર ટીમ વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો હતો અને દર્દીઓની કેસ હિસ્ટ્રી એકત્રિત કરવા કામે લાગી હતી.

શહેરના પીપળા ગેટ વિસ્તારમાં યુવતીનો કેસ આવતા તંત્ર દ્વારા યુવતીના રહેણાંક પીપળા ગેટ કુંભારવાસ, સગરાલ કોટડી અને વિલોડિયા વાસ મળી ત્રણ મોહલ્લાના ૧૨૧ ઘરોના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો અને ૪૩૨ લોકોને ઘરમાં જ રહેવા સૂચના આપી હતી.આસપાસ આવેલા નાનીસરા, મોટીસરા, ભીલવાસ, ઠાકોરવાસ અને ઊંચી શેરી મળી ૫ મોહલ્લા બફર ઝોન જાહેર કર્યા છે.જો દર્દીના દૂરના કોન્ટેકમાં આવેલ વિસ્તારના ૧૫૩ લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.