પાટણના ઓઢવામાં સાસરિયાનાં ત્રાસથી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનાં ઓઢવા ગામે એક મહિલાએ તેના સાસરી પક્ષના કથિત ત્રાસથી લાગી આવતાં ઝેરી દવા પી જતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક મહિલાનાં પિતાએ પતિ અને સસરા સામે દીકરીને મરવા માટે દુપ્રેરણ કર્યાનો આક્ષેપ કરતી ફરીયાદ નોધાવી છે.

આ અંગેની મળતી માહિતી મુજબ મૃતક દીકરીનાં પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીને સરસ્વતીનાં ઓઢવા ગામે રહેતા પતિ શૈલેષ અને સસરા દલપત અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપતાં હોવાથી દીકરીને લાગી આવતાં તા.5 મીનાં રોજ ઝેરી દવા પીતાં તેનું મોત થયું હતું .પોલીસે આઇ.પી.સી 306/ 498(ક) મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.