મીઠી ઘારીયાલ ગામે પ્રેમિકાએ આધેડ વયના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

પાટણ
પાટણ

પાટણ,
ચાણસ્મા તાલુકાના મીઠી ુઘારીયાલ ગામે ત્રણેક માસ અગાઉ તા.૬/૨/૨૦૨૧ના રોજ અંજુબેન દશરથભાઈ પટેલ દ્વારા ગુમ થયાની જાણવા જાેગ ચાણસ્મા પોલીસ મથકે કરવામાં આવી હતી. જ્યારે ત્રણ માસ સુધી દશરથભાઈ પટેલ કોઈ પત્તો ન મળતાં તેમના પિતરાઈ ભાઈ સુરેશભાઈ પટેલ દ્વારા પોતાના કાકી અંજૂબેન પટેલને તેમના કાકા વિશે પૂછતાં સંતોષકારક જવાબ ન આપતાં અને આ બાબતે વધારે મને પૂછવું નહીં એવું કહેતાં સુરેશભાઈ પટેલ તેમના કાકી અંજુબેન દ્વારા તેમના પતિ સાથે મળીને કદાચ હત્યા કરી શકે તેવી શંકા મજબૂત થતાં અને ચાણસ્મા પોલીસ દ્વારા પણ તેમના કાકાને ગુમ થયાની ત્રણ માસ થયા હોવા છતાં પણ સંતોષકારક તપાસ ન કરતાં મૃતક દશરથભાઈના પિતરાઈ ભાઈ સુરેશભાઈ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવતાં અમદાવાદ હાઈકોર્ટ દ્વારા અંજુબેન પટેલ બેચરભાઈ પટેલ અને ચાણસ્મા પોલીસ ને તા.૧૬/૬/૨૦૨૧ ના રોજ હાઇકોર્ટમાં હાજર રહેવા નોટિસ ની બજવણી કરવામાં આવતાં ચાણસ્મા પોલીસ અંજુબેન પટેલ અને બેચરભાઈ પટેલ ને ત્યાં પોલીસ મથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરતાં બેચરભાઈ પટેલે તેમની પ્રેમિકા અંજુબેન પટેલ સાથે મળી દશરથભાઇ પટેલની કરપીણ હત્યા કરી લાશને આરોપીના ખેતરમાં હત્યા કરી દાટી દીધી હોવાનું કબુલાત કરતાં તા.૩૦/૫/૨૦૧ ના રોજ ચાણસ્મા મામલતદાર જે.ટી. રાવલ ની ઉપસ્થિતિમાં ખેતરોમાંથી મૃતકનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું. અને ચાણસ્મા પોલીસે ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ના તબીબી ડોક્ટર કલ્પેશ પટેલ નું પંચનામુ કરી પ્રેમી પંખીડાની હત્યાનો ગુનો દાખલ કરી હાલમાં તો જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અંજુ પટેલ અને બેચર પટેલ વચ્ચે પ્રણય સંબંધ હતો.તેથી મહિલા આરોપીના પતિ દશરથ પટેલનો કાંટો કાઢી નાંખ્યો હતો. આ ઘટનાથી ચાણસ્મા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

કડકાઈથી પૂછપરછ કરતાં બંને પ્રેમી પંખીડાં ભાગી પડીને હત્યા કર્યાનુ કબુલ્યુ : ચાણસ્મા પી.આઇ.
ત્રણ માસ અગાઉ અંજુ બેન પટેલ દ્વારા પોતાના પતિ દશરથભાઈ પટેલ ગુમ થયા અંગેની જાણવા જાેગ અરજી ચાણસ્મા પોલીસ મથકે દાખલ કરવામાં આવતાં જેની તપાસ ચાલુ હતી. હાઇકોર્ટના આદેશના પગલે બેચરભાઈ પટેલ અને અંજુબેન પટેલની ચાણસ્મા પોલીસ મથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરતાં બંને પ્રેમી પંખીડાં ભાગી પડીને દશરથ પટેલની તેમને હત્યા કરી અને લાશને પોતાના ખેતરમાં દાટી દીધી હોવાનું કબુલાત કરતાં ચાણસ્મા મામલતદારની ઉપસ્થિતમાં મૃતકનું કંકાલ બહાર કાઢવામાં આવ્યું હતું.

હવે અમોને પુરેપુરો ન્યાય મળશે : સુરેશ પટેલ મૃતકના પિતરાઇ
ત્રણ મહિના સુધી પોલીસ દ્વારા અમારા કાકાની ભાળ મેળવવા માટે કોઈ સંતોષકારક તપાસ કરાવી ન હતી. અને અમારા કાકી અંજુબેને કાંઇ પણ અમારા ઉપર ખોટા કેસો કરી દેવાની અને પોતે આત્મહત્યા થઈ જશે તેવી વારંવાર ધમકીઓ આપવામાં આવતાં અમને તેમના પર શંકા જતાં હાઇકોર્ટમાં ન્યાય મેળવવા માટે અરજી કરેલ અને જેને ધ્યાને લઇને હાઇકોર્ટે અંજુબેન પટેલ બેચરભાઈ પટેલ અને ચાણસ્મા પોલીસને આ કેસ બાબતે હાજર રહેવા નોટિસ ફટકારતાં ચાણસ્મા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.