હારિજમાં મહિલાના ગાળામાંથી ચેઈન સ્નેચીગ કરી બાઇક સવાર ભાગી જતા ચકચાર

પાટણ
પાટણ

હારિજ ખાતે નાગરિક બેન્ક ચાલી માંથી શાકભાજી લઈને ઘર તરફ જઈ રહેલી મહિલાના ગળા માંથી સોનાની ચેઈન સ્નેચીગ કરી બાઇક સવાર ભાગી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ઘણા સમય બાદ ચેઈન સ્નેચિંગ તસ્કરોએ માથું ઉચકતા હારિજ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

હારિજ નાગરિક બેન્ક ચાલી થી બારોટજી ના પાર્લર તરફ રહેતા રતનબેન બાબુભાઇ પ્રજાપતિ 11 કલાક આસપાસ શાકભાજી લેવા માટે બજારમાં ગયા હતા પરત ઘેર ફરતા નાગરિક બેન્કચાલીમાં પ્રવેશ કરતા ચાલીમાં એકલતાનો લાભ લઇ એક અજાણ્યો બાઇક સવાર મહિલાના ગાળામાં અઢી તોલા નો સોનાનો દોરાની ચિલઝડપ મારી રફુચક્કર થઈ ગયો હતો. મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુ થી લોકો ભેગા થઈ ગયા હતા.અને આજુ બાજુ નાગરિક બેન્કમા લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવા લાગ્યા હતા અને હારિજ પોલીસને જાણ કરી હતી.

સીસીટીવી ફૂટેજ જોતા માથામાં હેમલેટ અને કાળો લાલ કલરના ચેકસ શર્ટ પહેરેલો જણાઈ આવ્યો હતો નમ્બર પ્લેટ દેખાતી નહી હોવાનું સીસીટીવી ફૂટેજમા જણાઈ હોવાનું જાણવા મળ્યું હતું. હારિજ પીએસઆઇ આર.કે.પટેલના જણાવ્યા મુજબ ફરિયાદ હજુ દાખલ થઈ નથી. અરજદારની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.