પાટણ શહેરમાં આવેલ સિધ્ધપુર હાઇવે માર્ગ પરની શાંતિનાથ સોસાયટી પાસે ગેરકાયદેસર દબાણો દુર કરાયા

પાટણ
પાટણ

પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલ સિધ્ધપુર હાઇવે માર્ગ પરની શાંતિનાથ સોસાયટી માં કેટલાક લોકો દ્રારા વાડાઓ, દુકાનો અને મકાનોના ગેરકાયદેસર કરેલા દબાણો દુર કરવા મામલે અરજદાર દ્રારા કલેકટર ના સ્વાગત કાર્યક્રમમાં કરાયેલ રજુઆત ને ધ્યાનમાં રાખીને શુક્રવારે કલેકટર ના આદેશ થી પાલિકા તંત્ર અને પોલીસ ટીમે શાંતિનાથ સોસાયટી ના ગેરકાયદેસર ના વાડા, દુકાનો અને મકાનના ત્રણ જેટલા પાકા દબાણો એક જેસીબી મશીન અને છ ટ્રેક્ટરની મદદથી દુર કરવાની કાર્યવાહી હાથ ધરતા દબાણકતૉ ઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પાટણ નગર પાલિકા તંત્ર સમક્ષ જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર કેટલાક મોહલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારના ગેર કાયદેસરના બાંધકામો કરી કરાયેલા દબાણો દૂર કરવા રજુઆત કરવામાં આવતી હોય છે. તો કેટલાક નડતરરૂપ દબાણો દુર કરવા અરજદારો ને કલેકટર ના સ્વાગત ફરિયાદ નો સહારો લેવો પડતો હોય છે. ત્યારે પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલ સિધ્ધપુર હાઇવે પરની શાંતિનાથ સોસાયટીમાં કેટલાક માથાભારે રહીશો દ્વારા સોસાયટીના માર્ગ પર પાકી દુકાનો ના બાંધકામ તેમજ ગેરકાયદેસરના વાડાઓ અને મકાન આગળ દબાણ કર્યા હોવાની જાણ પાલિકા તંત્રને અનેક વખત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ ગેરકાયદેસરના દબાણો દૂર નહીં કરાતા આખરે આ ગેરકાયદેસરના દબાણો દૂર કરવાનો મામલો જિલ્લા કલેકટરના સ્વાગત ફરિયાદ નિવારણ માં પહોંચતા દબાણ કરતા અને નોટીસો આપી દબાણ દૂર કરવાની ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ દબાણકારો દ્વારા તંત્ર ની નોટીસો ની અવગણના કરી પોતાના ગેરકાયદેસરના દબાણો દૂર નહીં કરતા શુક્રવારે આ દબાણો દૂર કરવા મામલે કલેકટર દ્વારા પાલિકા તંત્રને સૂચિત કરાતા પાલિકાના ચીફ ઓફિસર સંદિપ પટેલ, એસઆઈ મુકેશ રામી, પાલિકા એન્જિનિયર સહિતના 15 જેટલા સ્ટાફે પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે એક જેસીબી મશીન અને છ ટેકટર ની મદદ વડે શાંતિનાથ સોસાયટીના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધરતા દબાણ કરતાં ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા શાંતિનાથ સોસાયટીના ગેરકાયદેસરના દબાણો દૂર કરવાની કામગીરી અંદાજિત એક કલાક સુધી ચાલી હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.