વાહન અસ્માતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ધાનેરાથી ઝડપી લેતી હારીજ પોલીસ
વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને હારીજ પોલીસે ધાનેરા થી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડવા કરવામાં આવેલ આદેશ ને ધ્યાનમાં રાખીને હારીજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૭૦૦૯૨૪ ૦૦૮૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૨૭૯,૩૩૭ વિગેરે મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપી પવનસિંહ ગોપાલસિંહ રાજપુત ઉ.વ-૨૪ રહે-ઘર નં-૧૪ રાજીવ ગાંધી સ્કુલની પાસે સિંધાસન તા.જી.સિકર (રાજસ્થાન) વાળા બાબતે ટેકનીકલ એનાલીસીસ કરતા સદરી આરોપી હાલમા ધાનેરા વિસ્તારમા રહેતો હોવાની હકિકત જણાઇ આવેલ જેથી હારીજ પોલીસની એક ટીમ બનાવી ધાનેરા ખાતે જઇ સદરી આરોપીની વોચ તપાસમા હતા.
તે દરમ્યાન અંગત બાતમીદાર મારફતે હકિકત મળેલ કે સદરી આરોપી હાલમા માલોત્રા તા.ધાનેરા ખાતે સોલારમા નોકરી કરે છે અને રાત્રીના આઠેક વાગ્યાના ગાળામા બસ સ્ટેન્ડ ખાતે દરરોજ આવે છે જેથી માલોત્રા તા.ધાનેરા ખાતે ટીમે જઇ ખાનગી કપડામાબસસ્ટેન્ડની આજુબાજુમા વેશ પલટો કરી વોચ તપાસમા ગોઠવાઇ ગયેલ અને સદરી આરોપી આવતા કોર્ડન કરી તેને દબોચી પાડી છેલ્લા આઠેક મહીનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.