પાટણના મંદિરોમાં હનુમાન જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી
પાટણ શહેરના પંચમુખી હનુમાનજી મંદિર, ખાતે દાદાના સન્મુખ અન્નકૂટ ભરાયો હતોજેના દર્શન તથા સુંદરકાંડ પઠનઅમિતાબેન નાયક તથા સહકલાકારો સુંદરકાંડ પઠન કરાયું હતું. તો છબીલા હનુમાન મંદિર, કલ્યાણ મારુતિ હનુમાનજી અને ભીડભંજન હનુમાન મંદિર માં દાદા નો મારુતિ યજ્ઞ યોજાયો હતો,રંગીલા હનુમાન,બાલા હનુમાન, ગુણવત્તા હનુમાનજી, હનુમાન ,જલારામમંદિર હનુમાન, સિદ્ધનાથમંદિર સ્થિત હનુમાન સહિત અનેક હનુમાન મંદિર ખાતે દાદાને સુંદર મજાની આગી,મારુતિયજ્ઞ,અન્નકૂટ ભરાયો હતો.
તો મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા,સુંદરકાંડ પાઠ સહિત દાદાનું પૂજન અર્ચન સાથે આરતી ઉતારી ધાર્મિક ઉત્સવ ઉજવવમાં આવ્યા હતા વહેલી સવાર થીજ મોટીસંખ્યા માં ભાવિકભક્તો હનુમાનજી દાદાના દર્શન કરવા મંદિરોમાં ભીડ જામી હતી. મંદિરના પૂજારી સહિત સેવક ગણ દ્વારા પ્રસાદની સુંદર વ્યસ્થા ગોઠવાઈ હતી.નગરજનોએ હર્ષોલ્લાસ સાથે હનુમાનજયંતિની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.