પાટણની છોગાળા પુરા શાળામાં પુણ્યતિથિ નિમિત્તે બાળકોને મોજા વિતરણ કરવામાં આવ્યા

પાટણ
પાટણ

પાટણ તાલુકાની છોગાળા પુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા પરમાર લત્તા બેન રતિલાલ દ્રારા પોતાની લાડલી દિકરી સ્વર્ગસ્થ મિલનની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તેમની શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને ઠંડીથી રક્ષણ મળે તેવા ઉદેશથી નિશુલ્ક મોજાનું વિતરણ કરી પોતાની લાડલી ના આત્માની શાંતિ માટે કામના વ્યકત કરી હતી.

શાળાના શિક્ષિકા બેન તરફથી પોતાની દિકરીની પુણ્યતિથિ નિમિત્તે શાળાના બાળકો ના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખી ને કરાયેલ મોજા વિતરણ ની સેવા પ્રવૃતિને શાળાના આચાર્ય સહિત તમામ સ્ટાફ મિત્રો સાથે વાલીગણે સરાહનીય લેખાવી સ્વ.મિલનની આત્માની શાંતિ માટે પ્રાર્થના વ્યકત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.