આંધ્રપ્રદેશ માંથી રૂ. ૨.૫ કરોડના લાલ ચંદનની ગેરકાયદેસર તસ્કરી કરનાર ત્રણ તસ્કરોને પાટણ એલ.સી.બી એ દબોચિયા
આંધ્રપ્રદેશ રાજયના સંદુપાલી-સાનીપાયા ફોરેસ્ટ રેન્જમાંથી લાલ ચંદનની ગે.કા. તસ્કરીમાં સામેલ ગુજરાત રાજ્યના ત્રણ ઇસમોને લાલ ચંદન આશરે ૪ ટન કિં.રૂ. આશરે ૨.૫ કરોડ સાથે પાટણ એલ.સી.બી. ટીમે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલીંગ ટાસ્ક ફોર્સ તરફથી લાલ ચંદનની ગે.કા. તસ્કરીમાં સામેલ ઇસમો બાબતે ઇનપુટ મળતાં, પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ સુચના કરેલ જે આધારે એલ સી બી.સ્ટાફની ટીમ બનાવી ઉપરોક્ત ઇનપુટ બાબતે હ્યુમન સોર્સ અને ટેક્નીકલ એનાલીસથી તપાસ કરતાં લાલ ચંદનની હેરાફેરી કરનાર
પાટણ જીલ્લાના પરેશજી કાંતીજી જવાનજી ઠાકોર ઉવ.આ.૨૮ રહે. ચારૂપ તા.સરસ્વતી જી.પાટણ તથા મહેસાણા જીલ્લાના હંસરાજ વીરાજી તેજાજી જોષી ઉવ.આ.૩૭ રહે.ભાટવાડો, તોરણવાડી માતા, મહેસાણા તા.જી.મહેસાણા તથા બનાસકાંઠા જીલ્લાના ઉત્તમ નંદકિશોરભાઇ પુખરાજ સોની ઉવ.આ.૪૪ રહે.૦૧, બ્રહ્મપુરી, હનુમાનજી મંદીર પાસે,વાડી રોડ,ડીસા તા.ડીસા જી.બનાસકાંઠાવાળાઓને પકડી પાડી પુછપરછ કરતાં
તેઓએ ચરમથે રામપ્રસાદ વેંકટ રાજુ ઉવ.આ.૪૧ રહે.વરાલા, ગંગામા મંદીર નજીક,બાયપાસ રોડ ચંદ્રા કોલોની, મંડાપલ્લી શહેર, અન્નામૈયા જીલ્લો પાસેથી આશરે ૩ થી ૪ મહિના અગાઉ આયશર ગાડીમાં શાકભાજીની આડમાં લાલ ચંદન લાવેલાની કબુલાત કરેલ અને લાવેલ તમામ લાલ ચંદનનો જથ્થો શ્રેય ગોડાઉન,હાજીપુર નજીક, પાટણ સિધ્ધપુર હાઇવેમાં રાખવામાં આવેલ.
પાટણ ખાતેથી લાલ ચંદનનો મુદ્દામાલ ૧૫૦ થી વધુ લોગ, જેનુ વજન આશરે ૪.૫ ટન, કિં રૂ. આશરે ૨.૫ કરોડનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ? કે કોઇ અન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે કે કેમ? કે અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાલમાં ચાલુ હોય તપાસ પુણૅ થયા બાદ આંધ્રપ્રદેશ રાજ્યના રેડ સેન્ડલ એન્ટી સ્મગલીંગ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સદરી આરોપીઓના ટ્રાન્સીઝીસ્ટ રીમાન્ડ મેળવી આ ગુન્હાના કામે વધુ તપાસ કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
Tags Andhra Pradesh sandalwood smuggling