RTEમાં પ્રથમ રાઉન્ડમાં 105 ખાનગી પ્રાથમિક શાળામાં 689 બાળકોને ધો-1માં મફત પ્રવેશ

પાટણ
પાટણ

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પાટણ જિલ્લાની 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકમાં 732માંથી 689 બાળકોને પ્રથમ રાઉન્ડમાં મફત પ્રવેશ આપ્યો છે. પરંતુ પ્રથમ રાઉન્ડ જાહેર થતાં RTEની વેબસાઈટ પર એરર આવતાં સાઇટ ખુલતી ન હોવાની વાલીઓની ફરિયાદ ઉઠી હતી.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પાટણ જિલ્લાની 105 પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 મા મફત પ્રવેશ આપવા માટે 732 બેઠક ફાળવવામાં આવી છે. પ્રવેશ માટે2181 ફોર્મ ભરાયા હતા તે પૈકી 1701 ફોર્મ મંજૂર થયા છે જ્યારે 79 ફોર્મ રદ થયા છે જ્યારે 401 ફોર્મ કેન્સલ થયા છે.

મંગળવારે પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 689 બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં આવ્યો છે ત્યારે પ્રવેશ માટે પસંદગી થયેલ બાળકોના વાલીઓએ 5 મે સુધીમાં શાળામાં પ્રવેશ મેળવી લેવા માટે શિક્ષણ વિભાગમાંથી સૂચના આપી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે ગયા વર્ષે 698 બાળકોને આર.ટી.ઇ અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.