પાટણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ ખડેપગે રહેશે

પાટણ
પાટણ

પાટણ શહેરમાં ઉતરાયણનું પર્વ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. સવારથી જ લોકો પોતાના ધાબા અને મકાનની છતો ઉપર ચડીને પતંગના પેચ લડાવી ઉતરાયણ પર્વની મજા માણે છે. ત્યારે લોકોની આ મજા અબોલ પક્ષીઓ માટે કોઈક વાર મોતની સજા પણ બની જતી હોય છે. પતંગ રશિયાઓની ધારદાર દોરીઓથી અબોલ પક્ષીઓના પાંખો અને ગરદન કપાઈ જવાના કારણે તેમના મોત પણ થતા હોય છે. ત્યારે આવા ઘાયલ થયેલા પશુ પક્ષીઓ ની સારવાર માટે પાટણ જિલ્લા વન વિભાગ ના નાયબ વન સંરક્ષક બિંદુ બેન પટેલ ના માર્ગદર્શન નીચે વન વિભાગ ના કર્મચારીઓ અને વિવિધ સેવા 22 સંસ્થાઓના ઉપક્રમે પક્ષીઓની સારવાર માટેના કેમ્પો શરૂ કરવામાં આવનાર છે.

પાટણ વન વિભાગ દ્વારા પક્ષીઓની સારવાર માટે તેમનો લૅન્ડ લાઈન નંબર 02766 225850 સહિત હેલ્પ લાઈન નંબર 8320002000 પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ 1962 કરુણા વાન પણ સેવા રત રહેશે.ઉતરાણ પર્વમાં પક્ષીઓની સારવાર માટે વન વિભાગ સહિત જીવ દયા પ્રેમીઓની ટીમ 24 કલાક ખડે પગે રહી તેમની સારવારમાં જોડાવાની છે. ત્યારે વન વિભાગ ખાતે પશુ પક્ષીઓની સારવાર માટે ઓપરેશન થિયેટર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં પશુ પાલન વિભાગ ના વેટરનરી ડોકટરો સહિત સેવા ભાવિ ખાનગી વેટરનરી ડોકટરો ઉપરાંત જીવદયા પ્રેમીઓ સેવા આપવાના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.