પાટણ શહેરમાં બાકી વિકાસ કામો માટે પાલિકાએ રૂ. 7.50 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરના બાકીના વિકાસ કામોને ધ્યાનમાં રાખીને પાટણ નગર પાલિકા દ્વારા સરકાર સમક્ષ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. જે માંગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 ની વિકાસ ગ્રાન્ટ પેટે રૂ. 7.50 કરોડનો દફતરી હુકમ કરવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું. સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 અંતર્ગત પાટણ શહેરના બાકી વિકાસ કામો માટે સરકાર દ્વારા રૂ. 7.50 કરોડ ગ્રાન્ટની દફતરી મંજૂરી મળતા પ્રથમ રૂ. 4 કરોડ અને ત્યારબાદ રૂ. 3.50 કરોડના વિકાસ કામો બોર્ડમાં નક્કી કર્યા પછી તેના એસ્ટીમેન્ટ તૈયાર કરી બાદમાં વહિવટી મંજૂરી બાદ શહેરના બાકી વિકાસ કામો શરૂ કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.