પાટણ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને ચાલુ નગરસેવક સામે ભડકાઉ ભાષણ અંગે FIR

પાટણ
પાટણ

પાટણમાં ભાજપના ઉમેદવારની પ્રચાર સભામાં પૂર્વ ભાજપ શહેર પ્રમુખ અને ચાલુ કોર્પોરેટર દ્વારા જાહેર મંચ ઉપરથી વિસ્તારનાં મતદારોને આકર્ષવા હિન્દુ મુસ્લિમ ધર્મ મુદ્દે મંદિર બનાવવું હોય તો ભાજપમાં રહેજો અને મસ્જિદ બનાવી હોય તો કોંગ્રેસમાં રહેજો તેવું વિવાદાસ્પદ નિવેદન કરતા શહેર સહીત સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.સોમવારે આચાર સંહિતા ભંગ અધિકારી દ્વારા સભામાં ધાર્મિક ભાવનાઓ દુભાય તેવુ ભડકાઉ ભાષણ હોય આદર્શ આચાર સહિતા ભંગ બદલ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતા પોલિસે તપાસ શરૂ કરી છે.

નારણજીના પાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન ભાજપના ઉમેદવાર ડૉ.રાજુલ દેસાઈ અને પુર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં સભા યોજાઇ હતી.જેમાં વોર્ડ ના ભાજપના કોર્પોરેટર અને પૂર્વે શહેર પ્રમુખ મનોજ પટેલે સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે મંદિર બનાવવું હોય તો ભાજપ સાથ રહેજો જેને મસ્જિદ બનાવવી હોય તો કોંગ્રેસ સાથે રહેજો. ભારત માતાકી જય જોરથી બોલો કે એમને રાતનો શીરો પણ ન પચે.

વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ચૂંટણીમાં ભાજપ હિંદુ મુસ્લિમની રાજનીતિ પર મત માંગતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. પાટણ મદદનીશ નોડલ ઓફિસર સંદીપ પટેલે પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણ કરી વૈમનશ્ય થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી આદર્શ આચાર સહિતા ભંગ કરતાં તેમની સામે કલમ 125 તથા ઇ.પી.કો 153153 એ-બી, 171171 સી, 295295એ, 505(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.