રાધનપુરનાં દેલાણામાં ગાડી-બાઇક મામલે બે પક્ષો વચ્ચે મારામારી
રાધનપુર તાલુકાનાં દેલાણા ગામે જાહેર રોડ ઉપર એક સમાજનાં બે પરિવારો-જુથો વચ્ચે મારામારી થવા પામી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરનાં દેલાણા ગામે રહેતા જીગરભાઇ પાલાભાઇ આયર તેમની બલેનો ગાડી લઇને તેમનાં ઘર આગળ આવતા હતા ત્યારે ગામનાં રોહિતભાઇએ પોતાનું બાઇક ઉપરોક્ત ગાડીને અથડાવતાં જીગરભાઇએ તેમને સમજાવ્યા હતા. પરંતુ તેઓએ ઉશ્કેરાઇ જઇને ગાળો બોલી અન્યો આવી જતાં રોહિતભાઇ એ ધોકાથી વાલાભાઇને, નરેશભાઇએ ભાવનાબેનનાં માથામાં મારતાં તથા અન્યોએ ધોકાથી ગાડીનો કાચ ભોડી નાંખ્યો હતો.
આ બનાવ અંગે સામા પક્ષે રોહિતભાઇ જલાભાઈ આચરે પણ જીગરભાઇ અને વાલાભાઇ સામે ફરીયાદ નોંધાવી એવો આક્ષેપ ર્યો હતો કે, રોહિતભાઇ પોતાનું બાઇક લઇને આવતા હતા ત્યારે તેમનું બાઇક સ્લિપ ખાઇ જતાં રોડ પર પડ્યા હતા ત્યારે તેઓ જીગરભાઇને ઠપકો આપવા જતાં તેઓએ ઉશ્કેરાઇને | ધોકાથી માથામાં મારતાં ઇજા થઇ હતી. પોલીસે ગુનો નોંધ્યો હતો.