રાધનપુર શહેરમાં વઢિયાર ગોડાઉન વિસ્તારમાં ગંદકી થી રોગચાળાની ભિતી

પાટણ
પાટણ

રાધનપુર શહેરમાં વઢિયાર ગોડાઉન વિસ્તારમાં ગંદકીની સમસ્યાનો જાણે કે કોઈ ઉપાય જ નથી.વર્ષોથી અહીં ગંદકીનું સામ્રાજ્ય છે. જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દ્વારા વઢિયાર ગોડાઉન વિસ્તારની ગંદકીનો વિડીયો અને ફોટા નગરપાલિકાના વોટ્સઅપ ગ્રુપમાં મુકવામાં આવ્યા હતાં.આ વિસ્તારના રહીશો પણ એટલા જ જવાબદાર છે.

કચરો જ્યાં-ત્યાં નાંખવામાં આવે છે.નગરપાલિકા દ્વારા પણ દરરોજ સફાઈ કરવામાં આવે તો આ વિસ્તારના રહીશોની હાલત આવી ના હોય.ગંદકીનું પ્રમાણ અને પરિસ્થિતિ એવી છે કે રોગચાળો ફાટી નીકળે તેમ છે.વિસ્તારના લોકોની માંગ છે કે નગરપાલિકાના સત્તાધીશોએ તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાં જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.