પાટણના પ્રથમ રેલ્વે ગરનાળા મા રખડતાં ઢોરોના સામ્રાજ્યને કારણે અકસ્માત સજૉવાની ભીતી

પાટણ
પાટણ

રખડતાં ઢોરો ની મુશ્કેલીઓ ભોગવતા શહેરીજનો ની મુશ્કેલીઓ દુર કરવા પાલિકા તંત્ર ઢોર ડબ્બાની નકકર કામગીરી હાથ ધરે.

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી,ભૂગર્ભ ગટર,રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ પીવાના પાણી સાથે રખડતાં ઢોરોની સમસ્યાઓ જેવી પ્રાથમિક સમસ્યા ઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો પાલિકા ના સતાધીશો પાટણ ના નગરજનોની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં વામણા પુરવાર થયા હોય તેવી પરિસ્થિતિ નું નિમૉણ શહેરમાં ઉભું થવા પામ્યું હોવાની અનુભુતિ શહેરીજનો કરી રહ્યાં છે.

પાટણના નગરજનો રખડતાં ઢોરો ની સમસ્યા ને લીધે અનેક યાતનાઓ ભોગવી રહ્યા હોવા છતાં પાલિકા સતાધીશો દ્રારા ઢોર ડબ્બાની નકકર કામગીરી ન કરતાં શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારો સહિત શહેરના મુખ્ય બજાર માગૅ પર ઢગલા મોઢે રખડતાં ઢોરો ના ટોળા જોવા મળી રહ્યા છે તો આવા રખડતાં ઢોરો અવાર નવાર રાહદારીઓ અને વાહન ચાલકો સહિત શહેરીજનોને અડફેટે લઈ ગંભીર ઈજા પણ પહોચાડતા હોય છે. શહેરના પ્રથમ રેલ્વે ગરનાળા ની વચ્ચો વચ્ચ રખડતાં ઢોરોએ અડિંગો જમાવતા ગરનાળા માથી પસાર થતાં  વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ ઊભી થવા પામી છે ઢોરો ના કારણે  ટ્રાફિકની સમસ્યા પણ સજૉતી હોય છે તો ક્યારેક ક્યારેક રખડતાં ઢોરો વચ્ચે શિંગડા યુધ્ધ જામતાં વાહનો અને રાહદારીઓ પણ તેનો શિકાર બનતા હોય છે જેના કારણે આર્થિક નુકસાન ભોગવવાનો વારો પણ આવે છે.

ત્યારે પાટણ નગરપાલિકાનું અંધેર તંત્ર સત્વરે જાગી પાટણમાં રખડતા ઢોરોની સમસ્યા માથી પાટણના પ્રજાજનોને રાહત અપાવે તેવી માગ પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દ્રારા કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.