પાટણ માર્કેટયાર્ડમાં ખેડૂતોને દિવેલા-રાઇના ભાવમાં 200થી 400નો ભાવ વધારો થતાં ખેડૂતોમાં આનંદ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ અને રવી સિઝનમાં દિવેલા અને રાયના પાકનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ પાક હવે તૈયાર થતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા દશેક દિવસથી દિવેલા અને રાયડાના પાકની નવી આવકોની શરૂઆત થઇ છે. ત્યારે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણી કરતા દિવેલા અને રાઈના પાકમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.

જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં પડેલા સારા વરસાદ અને ત્યાર બાદ શિયાળામાં થયેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતો દ્વારા દિવેલા અને રાઈનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. હાલમાં આ બંને પાક તૈયાર થતા ખેડૂતો દ્વારા પાકની કાપણી અને દિવેલા વિણવાણીની પ્રક્રિયા ચાલી રહી છે અને છેલ્લા દશેક દિવસથી માર્કેટયાર્ડમાં આ બંને નવા પાકોની આવકોની શરૂઆત થઈ ગઈ છે.

ગત વર્ષે ખેડૂતોને દિવેલાના ભાવ પ્રતિ મણ 800થી 885 મળ્યા હતા. તેની સરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતાને દેવેલાના ભાવ પ્રતિ મણ 1325થી 1376 ભાવ મળી રહ્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ 300થી 400 જેટલા ભાવ વધુ મળી રહ્યા છે અને હાલ.માં રાજ ની 2944 બોરી દિવેલાની આવક છે.

બીજી તરફ રાઈના પાકમાં પણ ગત વર્ષે ખેડૂતોને પ્રતિમણ 810થી 1210 ના ભાવ મળતા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે ખેડૂતોને 1050થી 1452 ના ભાવ મળતા ખેડૂતોને પ્રતિમણ રૂ. 200થી વધુનો ભાવ વધારો મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. રાઈની હાલમાં દૈનિક 1091 બોરીની આવક થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.