ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીન જંત્રી મા સુચિત ભાવ વધારો એપ્રિલ થી લાગું કરવા ખેડૂતો ની માગ
ખેડૂતો દ્વારા જંત્રી ના ભાવ મામલે પાટણ પ્રાંત કચેરી એ સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું..
પાટણ જિલ્લાના માંથી પસાર થતા થરાદ- અમદાવાદ એક્સપ્રેસ વે ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનની જંત્રીમાં સૂચિત ભાવ વધારો એપ્રિલ માસથી લાગુ કરવા પ્રાંત અધિકારીને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની લાંબા સમયથી સંપાદિત થતી જમીનોના જત્રીના પ્રશ્નો જે સૂચિત વધારો કરેલ છે. તે માટે ઘણા સમયથી વિવાદીત પ્રશ્નોનો ઉકેલ જંત્રીનો યોગ્ય સંચિત ભાવ વધારો આપી હકારાત્મક અભિગમ અપનાવવા બદલ ખેડૂતો હરખાયા હતાં પરંતુ જંત્રીનો સૂચિત ભાવ વધારો એપ્રિલ 2025 થી અમલમાં આવવાનો હોઈ ખેડૂતોએ પોતાની જમીન સંપાદિત કયૉ પહેલા નવી જંત્રીનો ખેડૂતોને લાભ મળે તેવી માગ કરી વધારેલી જંત્રી અંગે ખાસ કરીને શહેરી ક્ષેત્રોમાં વ્યાપારિક હિતોને નુકશાન થતું હોઈ અને મિલકતના અથવા મકાનના ભાવ વધારાને મુશ્કેલી ઉભી થતી હોય તો તે જંત્રી સિવાયના વિકલ્પો તપાસવા જોઈએ. જેમાં મકાન અને મિલકત ઉપર લાગતા ટેક્ષમાં ઘટાડો લાવવો જોઇએ નહીં કે જંત્રીમાં ઘટાડો કરવો જોઇએ.
સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવી,બાંધકામના રો-મટીરીયલ પર 18 % ટેક્ષ અને ફાઇનલ મકાન બન્યા પછી પણ લાગતો જી.એસ.ટી બંને વાર લેવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્ષ, જે તે નગરપાલિકા તથા મહાનગરપાલિકામાં લાગતો ટેક્ષ જે પહેલાં ઉચ્ચક લાગતો હતો તે હવે મીટર ઉપર હજારો અને લાખોની સંખ્યામાં લાગી રહ્યો છે. F.S.I. (એફ.એસ.આઈ) અને T.D.R. (ટી.ડી.આર.) માં લેવાતો પર મકાને લાખોનો ટેક્ષ.N.A. (બિનખેતી) અને B.U. પરમીશનની અંદર લાગતું કરપ્શન,ફાયર એન.ઓ.સી અને બીજા ઘણા અનવીજીબલ નાના નાના ટેક્ષ લેવામાં આવે છે. તેમાં ઘટાડો કરવો જોઇએ.
સરસ્વતી તેમજ પાટણ તાલુકા ના ગામડા માં સ્ટેમ્પ ડ્યૂટી માં વધારો કરવા વિનંતી સાથે રુવાવી, કિમ્બુવા, કોટાવાડ, ધનાસરા, બાલીસણા,રખાવ,કામલીવાડા, દિયોદરડા,માનપુર, ડેર,વિસલવાસણ,સહિત ના ગામો માં સ્ટેમ્પ ડ્યૂટી વધારવા માંગ કરી હતી.