રાધનપુર મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતો પરેશાન

પાટણ
પાટણ

ડીઝીટલ ઇન્ડિયાના ભાગરૂપે રાજ્ય સરકાર ગ્રામપંચાયત હોય કે સરકારી કચેરી હોય દરેક જગ્યાએ  ડીઝીટલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ આ ડીઝીટલ સેવાઓ કયારેક મુશ્કેલીઓ ઉભી કરી રહી છે જેમાં હાલ ગ્રામ્યપંચાયત હોયકે મામલતદાર કચેરી ત્યાં સર્વર ડાઉન હોવાને કારણે ઈ ધાર કેન્દ્ર પર 7/12 અને 8 /અ ના ઉતારા ઓનલાઇન નીકળવામાં સમસ્યા ઉભી થઈ છે અને ખેડૂતો કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ઉતારા ના મળતા ખેડૂતો ને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.

રાધનપુર મામલતદાર કચેરીએ ઈ ધારા કેન્દ્ર કેન્દ્ર પર સર્વર ડાઉન હોવાના કારણે ઉતારા કઢાવવા અરજદારોની લાઈનો ની કત્તારો લાગી છે લાઇનોના  અરજદારોને કલાકો સુધી માત્ર સર્વર ડાઉનના કારણે ઉભું રહેવું પડે છે અને ખેડૂતોને ધર્મના ધક્કા ખાઈને ભાડા અને સમયનો બગાડ કરીને પરત ફરવું પડે છે તો બીજી બાજુ ખેડૂતોને ઉતારની જરૂર પાક ધિરાન કે બેંકને લગતા તમામ કામોમાં પડતી હોય છે અને આવા ઉતારા સમયસર ના મળતા તમામ અરજદારો ને ખુબજ મોટી મુશ્કેલીઓનો સામનો કરવા નો વારો આવ્યો મામલતદાર કચેરી ખાતે આવેલ ઇધરા કેન્દ્ર પર અરજદારો ત્રણ દિવસ સુધી ધક્કા ખાય છે.

અને સમયસર કામ ના થતા તમામ પ્રકારની બેન્કિંગ સેવાઓમાં મુશ્કેલીઓ વેઠી રહ્યા છે જેમાં દસ્તાવેજો ની કામગીરી, પાક ધિરાણ,નામ કમી કરવાનું કે વગેરેમાં ઉતારાની જરૂર ઉભી થતી હોય છે પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને ઉતારા મળતા નથિ અને ખેડૂતોના કામ અટકાઈ ગયા છે, ત્યારે  સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાની વાતો  કરવામાં આવે છે પરંતુ સાચી હકીકત એ છે કે ડિજિટલ સેવા માટે ઉપયોગમાં લેવાતું સર્વર ગમે ત્યારે બંધ થવાના કારણે વારંવાર અરજદારોને મુશ્કેલીઓ વેઠવી પડવા નો વારો આવ્યો છે તો ખેડૂત તેમજ અરજદાર સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે આ સર્વર ડાવઉન ને પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે.

સર્વર ડાઉન બાબતે ઇધારા નાયબ મામલતદાર ચૌધરી કિરીટભાઈ  જણાવ્યું હતું કે ઈ ધરામાં છેલ્લા  ચાર પાંચ દિવશથી સર્વર ડાઉન થવાની સમસ્યા સર્જાઈ છે સર્વર ડાઉન હોવાને કારણે પહેલા જેટલી સ્પીડથી ઉતારા નીકળ હતા તેટલી સ્પીડ મળતી નથિ જેના કારણે અરજદારો અને ઉતારા કાઢનાર વ્યક્તી વચ્ચે ક્યારેક સંઘર્ષ પણ થતું હોય છે,સર્વર ડાઉન તે એક ટેકનિકલ સમસ્યા છે જે બાબતે અમે વડી કચેરીએ રજુઆત પણ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.