ઉંઝા સિધ્ધપુર પંથકમાં ધીમીધારે વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ

પાટણ
પાટણ

ઊંઝા શહેર સહિત સિધ્ધપુર પંથકમા વહેલી સવારથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ દિવસભર વરસાદી ઝાપટાં પડતાં સમગ વિસ્તારોમાં ઠંડક પ્રસરી જવા પામી છે. દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેવા પામ્યું હતુ. ઊંઝા પંથક સહિત સિધ્ધપુર તાલુકામાં વરસી રહેલ કાચા સોનાથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ઊંઝા સિધ્ધપુર શહેર સહિત સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદની શરુઆત થઈ હતી. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યું હતું. ઊંઝા અને સિધ્ધપુર પંથકમા વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો દિવેલા પાકોનું વાવેતર કરશે તેમજ કઠોળમાં મગ, અડદ, તુવેર જ્યારે અનાજમાં બાજરી, જુવાર અને રોકડીયા પાકમાં એરંડા, ગુવારનું પણ મોટાપાયે વાવેતર થવાની સંભાવના સેવાઈ રહી છે. આ ઉપરાંત હાલમાં કપાસના થયેલ વાવેતરને પડી રહેલ વરસાદથી જીવતદાન મળશે તેવું લાગી રહ્યું છે. ધીમીધારે પડી રહેલ વરસાદ ખેડૂતો માટે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું.

ઊંઝા શહેરનાં હાર્દ સમાન અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. શહેરના મહિલા કૉલેજ ,સરદાર ચોક, બાળોજ માતાજી મંદિર રોડ સહિતના વિસ્તારોમા પાણી ભરાઈ ગયું હતું. ઊંઝા એસટી બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થયુ હોય તેવાં દ્ર્શ્યો સર્જાયા હતા. શાળા કોલેજોમાં પણ વરસાદને લઈ પાંખી હાજરી જોવા મળી હતી તેમજ ઊંઝા ગંજબજારમાં વરસાદને લઈ હરાજી પક્રિયા બંધ રહેવા પામી હતી. ઊંઝા સિધ્ધપુર પંથક સહિત તાલુકામાં વરસી રહેલ કાચા સોનાથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

કામગીરી સામે સવાલો ઉઠ્યા : સિધ્ધપુર શહેરમાં સામાન્ય વરસાદમાં જીઇબીની પ્રિમૌસુન પ્લાનના દાવા પોકળ સાબિત થયા છે. પહેલા વરસાદમાં કેટલીક જગ્યાએ વિજળી ગુલ થઈ ગઈ હતી. જ્યારે કેટલીક જગ્યાએ વોલ્ટજ વધ ઘટની સમસ્યા જોવા મળી હતી. શહેરના દેથળી રોડ વિજય લક્ષ્મી સોસાયટીમાં ગઈ રાતથી લાઇટો આવન જાવન કરતી હોવાની ફરીયાદો ઉઠી છે. જ્યારે વારંવાર લાઈટ બંધ થવાની સમસ્યા જોવા મળી હતી. એટલે કે જીઇબીની પ્રિમૌસુનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.