![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/06-12.jpg)
પાટણમાં વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
પાટણમાં લોકપ્રિય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ અને રમતગમત અને શિક્ષણ સહિત વર્લ્ડ યુનિવર્સિટીમાં ભાગ લેનાર ખેલાડી નું સન્માન સમારોહ યોજાયો હતો. પાટણ શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે લોકપ્રિય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં 44 કરતાં વધારે ધોરણ 10 અને 12 અને રમતગમત શિક્ષણ સહિત તાજેતરમાં જ ચાઈના ખાતે વલ્ડ યુનિવર્સિટી મેરેથોન દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર નિરમા ઠાકોર,બી.એડ માં રાજ્યમાં પ્રથમ આવનાર આરતી ઠાકોર અને બી.એસ.એફ માં પસંદગી પામનાર કિંજલ ઠાકોરનું સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાલડી આશ્રમના સંત વિષ્ણુરામ,ખલીપુર આશ્રમના સંત,પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ,રમેશભાઈ દેસાઈ,ચેતનાબેન પ્રજાપતિ લોકપ્રિય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રણજીતસિંહ ઠાકોર,પ્રવીણસિંહ રાઠોડ મોટી સંખ્યામાં આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.