રાધનપુરના મશાલી ગામે સસ્તા અનાજની દુકાન પર અનાજ ઓછું આપતા રોષ

પાટણ
પાટણ

રાધનપુર તાલુકાના મશાલી ગામે સસ્તા અનાજની દુકાન પર મોટા પાયે ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે મસાલી ગામ ખાતે આવેલ સસ્તા અનાજ ની દુકાન ના લાઇસન્સ ધારક એન.પી પંચાલ. સસ્તા અનાજ ની દુકાન પર ફિંગર પ્રિન્ટ મૂકીને કાઢી આપવામાં આવતી કુપન તે કુપન ની પ્રિન્ટ ( ચીઠ્ઠી) કાઢ્યા વગર અનાજ નું ગરીબો ને આપવામાં આવતા સરકાર શ્રી નિયમો ને નેવ મૂકીને સસ્તા અનાજ ની દુકાન પર મોટાપાયે ગેરરીતી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.મસાલી ગામ ખાતે આવેલ સસ્તા અને દુકાન ધારક સંચાલક એન.પી.પંચાલ તેમજ અને તેમના સ્ટાફ દ્વારા એકબીજાને મેડાપીપણામા લાભાર્થીને કેટલો અનાજનો જથ્થો મળે તે અને તેના માટે કેટલા રૂપિયા ચૂકવવા થાય તેની વિગત એક ચીઠ્ઠી (પ્રિન્ટ) જે કોમ્પ્યુટર માંથી નીકળે છે તેનાથી ગ્રાહકોને ખબર પડે કયો અનાજ સરકાર શ્રી દ્વારા તરફ થી કેટલું આપવામાં આવે છે ખાડ, ઘઉં, ચોખા, ચણા સહિત કેટલા પ્રમાણમાં મળશે અને તે માટે કેટલા રૂપિયા ચૂકવવા ના થાય તેની કોમ્પ્યુટરરાઈઝ પ્રિન્ટ કાઢી આપવામાં આવતી ના હોય પરંતુ તેઓ દ્વારા કોરા કાગળ માં ચિઠ્ઠીમાં લખીને મોટા પાયા ગેરરીતે કરતા હોય ત્યારે પુરવઠા વિભાગ અધિકારીઓ ની મિલીભગત હોય તેવૂ જોવા મળી રહ્યું છે. ત્યારે મસાલી ગામના સસ્તા અનાજના ગ્રાહકે જણાવ્યું હતું કે અમોને સરકારશ્રી દ્વારા આપવામાં આવતો અનાજ ઓછું આપવામાં આવે છે. અને મોટા પાયે સસ્તા અનાજના દુકાન લાયસન્સ ધારક હાજર રહેતા ના હોય અને અન્ય લોકો દ્વારા સસ્તા અને દુકાન પર અનાજનું વિતરણ કરતા હોય અને એમની ઇચ્છા મરજી મુજબ સસ્તા અને દુકાન ખોલતા હોય અને અનાજ ઓછું આપતા અમોએ રાધનપુર નાયબ મામલતદાર કચેરી ખાતે અનેક વાર રજૂઆત કરવા છતાં મામલતદાર કચેરીના અધિકારીઓની સંડોવણી ના કારણે અનાજ ઓછું આપવામાં આવે છે ત્યારે પાટણ જિલ્લા પુરવઠા અધિકારીઓ મસાલી ગામની મુલાકાત લઇ લાયસન્સ ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.