પાટણ-સિદ્ધપુર નગરપાલિકા અને જિલ્લા પચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે

પાટણ
પાટણ

પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી નુંજાહેરનામું બહાર પડતા જ પાટણ,સિદ્ધપુર માં ચૂંટણીની ગતિવિધિઓ તેજ બની ગઇ છે અને રાજકીય ગરમાવો આવ્યો છે.પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખની મુદત તા 14-9-23 ના પૂર્ણ થાય છે.પાટણ નગર પાલિકા નાનવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તા.11-9-23 ના સવારે 11 કલાકે પાટણ પાલિકાના સભા ખંડ માં યોજાશે .આગામી અઢી વર્ષ માટે પાટણ માં પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિ ની જગ્યા છે. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે અત્યારથી જ નગરસેવકોએ લોબીંગ શરૂ કરી દીધું છે. પ્રમુખપદ માટે ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે જ્યારે ઉપપ્રમુખ પદની માટે નામો ચર્ચા રહ્યા છે.સિદ્ધપુર નગર પાલિકા માં મહિલા પ્રમુખ અને ઉપ પ્રમુખ ની અઢી વર્ષની મુદત 14-9-23ના રોજ પુરી થાય છે તે ચૂંટણી માટે આગામી 12-9- 23ના રોજ સિદ્ધપુર નગર પાલિકા ના સભા ખંડ માં ચૂંટણી યોજાશે.


પાટણ નગરપાલિકાના 11 વોર્ડ છે અને તેના 44 સભ્યો છે. જેમાં ભાજપના 39 અને કોંગ્રેસના 5 સભ્યો છે એટલે ભાજપને સ્પષ્ટ બહુમતી છે. આથી ભાજપના ઉમેદવાર પ્રમુખપદે આસાનીથી ચૂંટાઈ આવે તેવી શક્યતા છે.પાટણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવા પાલિકાની જનરલ સભા પાટણ મદદનીશ કલેકટરના પ્રમુખ સ્થાને મળશે.પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ પાટણ,સિદ્ધપર નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2021માં થયેલી છે અને તેની પ્રથમ સભા તા.18/03/2021 ના રોજ મળેલ છે. ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ-81 ની પેટા કલમ-(2) મુજબ જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત તા17/09/2013 ના રોજ પૂર્ણ થતી હોય, બાકી રહેતી મુદત માટે આ કલમની પેટા કલમ- (3) મુજબ હાલનાપ્રમુખ,ઉપપ્રમુખના હોદ્દાની મુદત પુરી થતા ચૂંટણી માટે ખાસ બેઠક 13-9 -23ના રોજ જિલ્લા પંચાયત પાટણ ખાસ બેઠક બોલાવવી છે જેમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા માટે અનામત જાહેર કરેલ છે.ત્યારે આગામી 13-9-23ના રોજ જિલ્લા પંચાયત ના સભા ખંડ ખાતે જિલ્લા પંચાયત ફરી મહિલા પ્રમુખ ઉપ પ્રમુખ માટે ચૂંટણી યોજાશે.જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા પ્રમુખ બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.