સ્વતંત્રતા દિવસે જ પાલિકાના સત્તાધીશો શહેરમાં આવેલી વિવિધ પ્રતિમાઓની સફાઈ કરવાનું ભૂલ્યા

પાટણ
પાટણ

દેશભરમાં આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્થાપિત મહાનુભવો અને વીર શહીદોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરવાનું ભૂલી ગઈ હોવાનું વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો.પાટણ નગરપાલિકાના સત્તાધીશો 15 મી ઓગસ્ટ 77 માં સ્વતંત્રતા પર્વના દિવસે જ પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી વિવિધ મહાનુભાવો સહિત વીર શહીદોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરવાનું ભુલી હોઈ જે બાબતને પાલિકા ના વિપક્ષના સભ્ય અને શહેર કોગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયાએ શખ્ત શબ્દોમાં વખોડી પાટણ નગરપાલિકાના સતાધીશો સામે ટોણો માયો હતો.પાલિકાના વિપક્ષના સભ્ય અને શહેર કોગ્રેસ પ્રમુખની આ ટકોર થી પાલિકા ના સતાધીશોએ પણ સ્વાતંત્રદિનના પ્રસંગે જ શહેરની પ્રતિમા ઓને સ્વચ્છ બનાવવાની ભુલને લીધે ક્ષોભ અનુભવ્યો હોય તેવું જોવા મળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.